calendar_todayOctober 16, 2026
CJP Tiranga March Live: અભિજીત દિપકે બાદ નેહા બોરાની પણ અટકાયત, મંડી હાઉસ નજીક કરી રહી હતી પ્રદર્શન
CJPના સ્થાપક અભિજીત દીપકેને દિલ્હી પોલીસ દ્વારા એક નોટિસ આપવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું છે કે કનોટ પ્લેસ (CP)માં વિરોધ પ્રદર્શનો કરવાની મંજૂરી નથી. દરમિયાન, કેટલાક વેપારીઓએ CJP વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું.
નેહા બોરાની કરી અટકાયત
દિલ્હી પોલીસે અભિજીત દિપકે બાદ હવે નેહા બોરાની પણ અટકાયત કરી છે. મંડી હાઉસ નજીક AISA નો વિરોધ પ્રદર્શન ચાલુ હતું.
=" target="_blank">
=
મુસાફરોને મુશ્કેલી ન પડે તે અમારી પ્રાથમિકતા- એડિશનલ સીપી, ટ્રાફિક
એડિશનલ સીપી (ટ્રાફિક) ડીકે ગુપ્તાએ કહ્યું કે અમે ટ્રાફિકનું નિયમન કરવા માટે આ ઝોનમાં અમારા કર્મચારીઓને તૈનાત કર્યા છે. જો કોઈ વિક્ષેપ આવે, તો અમે લોકોને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે અને ટ્રાફિક સરળતાથી વહેતો રહે તે માટે સમયસર ડાયવર્ઝન લાગુ કરીશું. અમે ચોક્કસપણે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહ્યા છીએ. અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાતરી કરવાનો છે. અમે બધા મુસાફરોને અમારી ટ્રાફિક સલાહનું પાલન કરવા વિનંતી કરીએ છીએ.
=
અભિજીત દિપકેની કરી અટકાયત
તિરંગા માર્ચ પહેલા દિલ્હી પોલીસે અભિજીત દિપકેની અટકાય કરી છે. અભિજીત દિપકે કનોટ પ્લેટમાં જવાની કોશિશ કરી રહ્યા હતા.
=" target="_blank">
=
અનેક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવ્યા
સેન્ટ્રલ પાર્ક ખાતે CJPના ‘લહેરા દો તિરંગા’ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, કનોટ પ્લેસની આસપાસના વિસ્તારમાં અનેક CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વિસ્તારમાં અને તેની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
=
કનોટ પ્લેસમાં 163 કલમ લાગુ
દિલ્હીમાં CJP (સીજેપી) દ્વારા આયોજિત ‘લહેરા દો તિરંગા’ વિરોધ પ્રદર્શન પહેલાં સેન્ટ્રલ પાર્કની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ છે અને NDMC (એનડીએમસી) દ્વારા ‘તિરંગા યાત્રા’ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી.
=" target="_blank" style="background-color: rgb(255, 255, 255);">
=
તિરંગા યાત્રા ન યોજવા વેપારીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર
શહેરમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે થયેલા નુકસાન અંગે વિવિધ વેપાર અને વ્યવસાયિક સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
=