android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
CM ભૂપેન્દ્ર પટેલે AI સમિટમાં કોંગ્રેસના વિરોધને વખોડ્યો, કહ્યું કોંગ્રેસે આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ

calendar_todayFebruary 21, 2026

CM ભૂપેન્દ્ર પટેલે AI સમિટમાં કોંગ્રેસના વિરોધને વખોડ્યો, કહ્યું કોંગ્રેસે આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AI ઈમ્પેક્ટ સમિટને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પર કડક નિવેદન આપ્યું છે.

 ભારતની છબીને સાંખી ના શકનારા લોકોનો વિરોધ

CMના જણાવ્યા મુજબ, આ સમિટ હેઠળ વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતના યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે અપાર તકોનો નવો દરવાજો ખુલ્યો છે. પરંતુ આ ઉપલબ્ધી અને આ સમિટથી વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંખી ના શકનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

કોંગ્રેસ તેની માનસીક અસ્થિરતા પ્રગટ કરે છે.

CM એ કહ્યું હતું કે ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસીક અસ્થિરતા પ્રગટ કરે છે.

સસ્તી પ્રસિદ્ધી મેળવવાના ઉદ્દેશ્યથી તેઓ એઆઇ સમિટનો પણ વિરોધ

તેમણે કહ્યું હતું કે જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની આ જૂની આદત છે. હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખુલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઉભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધી મેળવવાના ઉદ્દેશ્યથી તેઓ એઆઇ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે.

કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ

મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ અને તે માટે દેશની માફી માગવી જોઇએ. 


આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો