calendar_todayMarch 7, 2026
CM ભૂપેન્દ્ર પટેલે TMC સરકારની વર્તણૂંકને વખોડી, આદિવાસી સમાજના અપમાન મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી સમાજના અપમાનના મુદ્દે TMC સરકારની વર્તણૂંકને લઈને કડક શબ્દોમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરાઓ અને સંસ્કૃતિને હંમેશા આદર અને યોગ્ય સ્થાન મળવું જોઈએ.
રાષ્ટ્રપતિના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવેદનમાં રાષ્ટ્રપતિના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું કાર્યાલય દેશની એકતા, ગૌરવ અને બંધારણીય મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તે પ્રત્યે હંમેશા ઉચ્ચતમ આદર સાથે વર્તવું જોઈએ.
સમુદાયના લોકો ભાગ ન લઇ શક્યા તે દુર્ભાગ્યુપૂર્ણ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજના લોકો ભાગ લઈ શક્યા નહોતાં, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનાને લઈને તેમણે TMC સરકારની વર્તણૂંકને દુઃખદ ગણાવી હતી. તેમણે વધુમાં કહ્યું કે દેશના આદિવાસી સમાજે હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
TMC આદિવાસી સમુદાય પ્રત્યે આવી અવગણના ન કરે
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કોઈપણ સરકાર દ્વારા આદિવાસી સમાજની અવગણના થવી યોગ્ય નથી. તેમણે TMC સરકારને આ મુદ્દે સંવેદનશીલતા દાખવવા અપીલ કરી છે.
આ પણ વાંચો---- Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી