android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 56.52% સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર

calendar_todayJanuary 8, 2026

CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 56.52% સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2025માં લેવાયેલી CMA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વેસ્ટર્ન રિજિયનનું કુલ પરિણામ 55.97 ટકા નોંધાયું છે, જેની સરખામણીએ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 56.52 ટકા સાથે ચડિયાતું રહ્યું છે. જોકે, ડિસેમ્બર 2024ના 61.93 ટકા પરિણામની સરખામણીએ આ વખતે અમદાવાદ ચેપ્ટરમાં 10.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે અગાઉ જૂન 2025ની પરીક્ષામાં માત્ર 184 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ સતત વધી રહ્યો છે.

CMA ડિસેમ્બર 2025 રિઝલ્ટ

અમદાવાદ ચેપ્ટરમાં તેજસ્વી તારલાઓની વાત કરીએ તો, પ્રથમ મોદીએ 400માંથી 332 માર્ક્સ મેળવી અમદાવાદમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. બીજા ક્રમે મન શાહ 330 માર્ક્સ સાથે અને ત્રીજા ક્રમે તીર્થ જૈન 326 માર્ક્સ સાથે સફળ રહ્યા છે. આ ઉપરાંત, ચોથા ક્રમે શ્રેયાનશ રાજપૂત અને ઋત્વિક પીઠવાએ 322 માર્ક્સ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. પરિણામમાં ટકાવારીનો સાધારણ ઘટાડો હોવા છતાં, અમદાવાદના વિદ્યાર્થીઓએ વ્યક્તિગત રીતે શાનદાર પ્રદર્શન કરીને પ્રોફેશનલ કોર્સમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.

આ પણ વાંચો : Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત