android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Cyclone Arnab: લેન્ડફોલ બાદ હવે અર્નબ ક્યાં જશે? શું છે લખનૌ ગોરખપુરનું આની સાથે કનેક્શન, જાણો?

calendar_todayOctober 28, 2026

Cyclone Arnab: લેન્ડફોલ બાદ હવે અર્નબ ક્યાં જશે? શું છે લખનૌ ગોરખપુરનું આની સાથે કનેક્શન, જાણો?

બંગાળની ખાડીમાં સર્જાયેલું અતિ તીવ્ર ચક્રવાતી તોફાન 'અર્નબ' આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ હવે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અહેવાલો મુજબ, લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સિસ્ટમ ધીમે ધીમે જમીની વિસ્તારોમાં પ્રવેશ કરશે અને ઘર્ષણના કારણે નબળી પડવા લાગશે. જોકે, નબળું પડવા છતાં આ વાવાઝોડું દેશના પાંચથી વધુ રાજ્યોના હવામાનને અસર કરશે.

શું છે લખનૌ-ગોરખપુર કનેક્શન?

IMDના ટ્રેક મેપ અનુસાર, અર્ણબ વાવાઝોડાના અવશેષો મધ્ય ભારત થઈને ઉત્તર પ્રદેશ સુધી પહોંચશે. આંધ્રપ્રદેશમાંથી પસાર થઈને તેલંગાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના વિસ્તારો કવર કર્યા બાદ આ સિસ્ટમ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે.

વાવાઝોડું ખૂબ જ નબળું પડીને દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાશે

30 ઓક્ટોબરની આસપાસ આ વાવાઝોડું ખૂબ જ નબળું પડીને 'વેલ માર્ક્ડ લો પ્રેશર' (સ્પષ્ટ નીચા દબાણવાળા ક્ષેત્ર)માં ફેરવાઈ જશે. તે ૨૭ થી ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે યુપીના લખનૌ, કાનપુર, પ્રયાગરાજ અને ગોરખપુર જેવા વિસ્તારોમાં વિખેરાઈ જશે. ખાસ કરીને પૂર્વીય ઉત્તર પ્રદેશના ગોરખપુર, દેવરિયા, બસ્તી અને કુશીનગર જેવા જિલ્લાઓમાં ૨૮ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે.

=" target="_blank">

=

વાવાઝોડાની ગતિ અને નબળા પડવાનો ક્રમ

હવામાન તજજ્ઞોના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાતા ચક્રવાત મોસમી પવનો અને દબાણ પ્રણાલીના કારણે ઉત્તર તરફ આગળ વધતા હોય છે. અર્ણબ વાવાઝોડું જમીન પર આગળ વધતા ક્રમશઃ નબળું પડશે.તે પહેલા અતિ તીવ્ર ચક્રવાતમાંથી સામાન્ય ચક્રવાતી તોફાન, ત્યારબાદ 'ડીપ ડિપ્રેશન', અને અંતે 'ડિપ્રેશન' અથવા નીચા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થઈ જશે.

સંભવિત અસરો અને તંત્રની સાવચેતી

દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ જોરદાર પવન અને ઊંચા મોજાંઓનો સામનો કરવો પડી રહ્યો છે. આંતરિક રાજ્યોમાં પણ ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે. પૂર્વીય યુપી અને મધ્ય ભારતના ખેડૂતોને પોતાના તૈયાર પાકના રક્ષણ માટે આગોતરા પગલાં લેવા અને સુરક્ષિત સ્થળે પાક રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ સતત સેટેલાઇટ ઈમેજરી દ્વારા વાવાઝોડાના ટ્રેક પર નજર રાખી રહ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને અને વહીવટી અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Railway News: ટ્રેનમાં મોબાઇલ, લેપટોપ અને પાવરબેંક નહીં કરી શકો ચાર્જ! બદલાયા નિયમ