calendar_todayMarch 5, 2026
Dabhoda: ધુળેટીના દિવસે ઠાગા ખેલવાની પરંપરા
ગાંધીનગરના ડભોડામાં દાયાકાઓથી સધીમાતાના મંદિરના ચોક પાસે ઠાગાનૃત્ય ખેલવામાં આવે છે અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ દિવસે આ મંદિર પાસે ઉમટે છે. ગ્રામજનો રંગબંરેગી પોષાકમાં સજ્જ થઇને આવે છે તેમજ કેટલાક ગ્રામજનો સાંસ્કૃતિક વેશભુષા પહેરીને આવે છે. જેમાં વિવિધ પાત્રો તેમજ ધાર્મિક તથા સામાજીક સંદેશ આપતા પાત્રો પણ ભજવાય છે. મોટી સંખ્યામાં ગ્રામજનો આ દ્રશ્ય જોવા ભેગા થાય છે. મોટા તોતીંગ નગારા વગાડવા પણ ભીડ લાગે છે. ગ્રામજનો આ નગારા મોટી સોટીઓ એટલે કે ઠાગાઓથી વગાડે છે અને ઠાગાથી જ નૃત્ય પણ કરતા હોય છે. માતાજીના મંદિરના ચોકમાં દાયકાઓથી આ એક ધાર્મીક પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો