calendar_todayOctober 27, 2026
Dahegam : દહેગામ APMC માં અડદની ધુમ આવકઃ દૈનિક 100 ટ્રેક્ટરનો ધસારો
દહેગામ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં પ્રથવાર કઠોળની ખરીદી શરુ કરવામાં આવી છે. જેમાં અડદની ખરીદી શરુ કરવામાં આવતા ગંજ બજારમાં દૈનિક 100 ટ્રેક્ટરોનો ખડકલો જોવા મળી રહ્યો છે. ખેડુતો દુર દુરથી ખેતીવાડી બજારમાં વેચાણ કરવા આવી રહ્યા છે. એક અંદાજ મુજબ માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં એક હજાર બોરીની આવક થઇ ચુકી છે. દહેગામ તાલુકા ઉપરાંત નજીકના તાલુકામાંથી પણ અડદ વેચાણ કરવા ખેડુતો આવી રહ્યા છે. દહેગામ તાલુકામાં આ વર્ષે અડદનુ વાવેતર સારુ રહેતા ખેડુતોએ બજારમાં વેચાણ કરીને દીવાળીમાં રોકડી કરવા વાટ પકડી છે. દહેગામ એપીએમસીના ચેરમેન સુમેરુ અમીનના પ્રયાશોથી અડદની ખરીદી શરુ કરવામાં આવતા ખેતીવાડી બજારમાં ડાંગરની સાથે સાથે અડદની પણ ધુમ આવક થઇ રહી છે. ખેડુતો રોજેરોજ અડદ વેચવા માટે 100 થી વધુ ટ્રેક્ટરો ભરીને આવી રહ્યા છે. અત્યાર સુદીમાં એક હજાર કરતા વધુ બોરીની અડદની ખરીદી કરવામાં આવી ચુકી છે. દહેગામ ખાતે હાલ અડદની ખરીદી 1700 થી 2000 સુધી પ્રતિમણના ભાવે ચાલી રહી છે. ખેડુતોને પોષણક્ષમ ભાવ મળતા વેચાણ માટે દોટ લગાવી રહ્યા છે. દિવાળી પહેલા અડદ અને ડાંગરની આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાઓ વ્યકત કરાઇ રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો