calendar_todayMarch 31, 2026
Dahegam: PM પ્રોગ્રામમાં વિરોધ પૂર્વે પશુપાલક સંકલન સમિતીના 8 સભ્યો ડિટેઈન
દહેગામ પશુપાલક સંગઠન દ્વારા મધુરમાં દુધ ભરાવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યુ છે જે મામલે રવિવારે કડજોદરામાં સંમેલન યોજવામાં આવ્યુ હતુ. સંમેલનમા હુંકાર કર્યા બાદ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના કાર્યક્રમમાં જઇને વિરોધ કરવાની સંકલન સમિતીના સભ્યોએ જાહેરાત કરતા પોલીસ સાબદી બની હતી. પાણી પહેલા જ પાળ બાંધવામાં આવી હતી અને પશુપાલકોને પીએમના કાર્યક્રમમાં વિરધ કરવાનો કોઇ જ મોકો આપવામાં આવ્યો નહોતો. પોલીસે વહેલી સવારે જ સભ્યોને ઉઠાવી લીધા હતા. બપોર બાદ તમામનો છૂટકારો થયો હતો. દૂધના વિવાદને લઈ પશુપાલક આંદોલનમાં જોડાયેલા આગેવાનોએ પીએમના કાર્યક્રમમાં પોતાની માંગને લઈ વિરોધ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા આગેવાનોને ડીટેઇન કરી લેવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હતો. કેટલાક આગેવાનોને રખીયાલ પોલીસે સાંપા પાસે રોકી લીધા હતા . જેમાં ફકીરસિંહ તથા જીતેન્દ્રસિંહ ઝાલાને કોબા સર્કલ પાસે વિરોધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવાયા હતા. તેમજ આઠ જેટલા આગેવાનોને દહેગામ પોલીસે વહેલી સવારથી જ ડીટેઇન કરી લીધા હતા. દેવરાજસિંહ ઝાલા, વિજેન્દ્રસિહ, ઘનશ્યામસિંહ, રામજી દેસાઇ, ગફુલ દેસાઇ સહીતના આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસે સવારથી જ પશુપાલકોના આગેવાનોને ડીટેઇન કરી લીધા હોવાની વિગતો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો