android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod:10 પરીક્ષા કેન્દ્રો પર કુલ 2233 ઉમેદવારો પરીક્ષા આપશે

calendar_todayJanuary 2, 2026

Dahod:10 પરીક્ષા કેન્દ્રો પર કુલ 2233 ઉમેદવારો પરીક્ષા આપશે

દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી ખાતે GPSC પરીક્ષાને ધ્યાને રાખીને GPSC ચેરમેન હસમુખ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અન્વયે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોકણ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે સહિત સંબંધિત સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક અન્વયે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટી તા.4 જાન્યુઆરીને રવિવારે સવારે 11 થી 1 કલાક દરમ્યાન યોજાશે. જે સંદર્ભે સંબંધિત સૌ અધિકારીઓને તેમજ પરીક્ષા સમય દરમ્યાન ફરજ બજાવતા અધિકારીઓને પરીક્ષાલક્ષી SOPને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવા માર્ગદર્શન સાહિત સૂચનાઓ આપી હતી. દાહોદ તાલુકાની કુલ 10 શાળા - કોલેજોને પરીક્ષા કેન્દ્રો તરીકે પસંદગી કરાઈ છે. જેમાં કુલ બ્લોક 94માં કુલ 2233 જેટલાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ તમામ બ્લોકમાં સીસીટીવી વ્યવસ્થા, પ્રાથમિક સેવા તરીકે પાણીની સુવિધા સહિત ઇમરજન્સી માટે આરોગ્ય ટીમ પણ ઉપલબ્ધ કરાશે. એ સાથે પરીક્ષા દરમ્યાન વીજળી વ્યવસ્થા ખોરવાય નહીં, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે સરળતાથી પહોંચી શકે એ માટેની વ્યવસ્થા તેમજ જો પરીક્ષાર્થી દિવ્યાંગજન હોય તો એમના માટે પણ વહીવટી તંત્ર દ્વારા અલગથી એમની જરૂરિયાત મુજબ સેવા પુરી પાડશે. પરીક્ષા માટે ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી તેમજ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો