android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod: શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રાનું આયોજન

calendar_todaySeptember 2, 2026

Dahod: શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રાનું આયોજન

દેવગઢબારીઆનાં પીપલોદ ગામે સ્થિત પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિર પીપલોદ સહિત આસપાસના ગામોના લોકોની આસ્થાનું કેન્દ્ર છે, આ મંદિરેથી કાવડયાત્રા યોજાય છે, આ વર્ષે તા.7મીએ શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રા યોજાશે

દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ ગામ ખાતે બજારમાં બસ્ટેન્ડ સામે ભગવાન રામેશ્વર મહાદેવનું જૂનું પૌરાણિક મંદિર આવેલુ છે. જે મંદિરની સ્થાપના રજવાડી શાસન સમયે મહારાજા જયદિપસિંહજીના સમયે સંવત 1968માં શ્રાવણ વદ અગિયારસે કરાઈ હતી. મંદિરમાં સ્વયંભુ શિવલિંગ છે. નજીકમાં નાગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. આ બન્ને મંદિરનું સંચાલન મહારાજા જયદીપસિંહે 18 ગામના આગેવાનો અને ભક્તોને સોંપ્યું હતું. વર્ષ 1994માં પીપલોદ તેમજ આજુબાજુના ગામના લોકોના લોકફાળાથી મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો હતો. આ મંદિરે સંતાનપ્રાપ્તિની બાધા માનવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મંદિર નજીક પીપળાનું આશરે 600 વર્ષ જૂનું વૃક્ષ આવેલું છે. મંદિર પૂજારી પાંચ પેઢીથી અહીં ભગવાનની પૂજા આરતી કરી રહ્યા છે. મંદિરમાં બહારગામના યાત્રીઓ રહી શકે તે માટે મંદિર આગળ તે સમયના રાજાએ ધર્મશાળા બનાવી હતી, જે આજે જર્જરીત અવસ્થામાં છે. મંદિર નજીકમાં અંબે મા અને શનિદેવનું પણ મંદિર છે. નવરાત્રીમાં અહીં ગરબાનું પણ આયોજન થતું હોય છે. આ મંદિરે આ વર્ષે તા.7 ને શ્રાવણ માસના અંતિમ સોમવારે 11મી કાવડયાત્રા યોજાનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો