android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod: 14મી જાન્યુ.એ કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા માતાનો પ્રાગટયોત્સવ ઉજવાશે

calendar_todayJanuary 11, 2026

Dahod: 14મી જાન્યુ.એ કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા માતાનો પ્રાગટયોત્સવ ઉજવાશે

આગામી તા.14 જાન્યુઆરીએ ઉતરાયણ પર્વે ભગવાન શ્રી માંધાતાજીનો પ્રાગટય દિનની ઉજવણી ધામધૂમથી કરાતી હોય દેવગઢબારીયા ખાતે કોળી સમાજના 50,000થી વધુ લોકો સફેદ ટોપી, કોળી પહેરવેશમાં જોડાશે.

તેમજ કોળી સમાજમાં ચાલતા કુરિવાજ દૂર કરવા હાલ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા લીમખેડા, ધાનપુર, રણધીકપુર તાલુકા સહિત જિલ્લાના દરેક ગામમાં આગેવાનો પહોંચી કોળી સમાજના લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જયારે આ દિવસે ભગવાન માંધાતાનો પ્રાગટય ઉત્સવ ઉજવવા માટે દેવગઢબારિયા આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે.

કોળી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા માટે તમામ ગામમાં કોળી સમાજના લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. કોળી સમાજમાં લગ્નમાં ચાંદલા વિધિમાં થતા અનેક ખર્ચાઓ પર નિયંત્રણ લાદવાનું સફ્ળ થશે મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ બંધ થશે. સમાજ શિક્ષણ તરફ્ વળશે અને દેવામાંથી બહાર આવશે. એવી સમાજના આગેવાનો ચિંતા કરી ખૂબ મોટો કાર્યક્રમ કરવા આતુર બન્યા છે. જેમાં કોઈપણ જાતના રાજકીય પક્ષથી દૂર રહી માત્રને માત્ર કોળી સમાજને આગળ રાખી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં મુખ્ય ઉદ્દેશ આ સમાજનું શિક્ષણ વધે દાહોદ જિલ્લામાં કોળી સમાજને ઓબીસી અનામત નથી મળતું તે મેળવવા માટે આહવાન થાય, સ્થાનિક સ્વરાજ્યની એક પણ સંસ્થામાં ઓબીસીને સ્થાન નથી મળતું તેના માટે લોકોમાં જાગૃતિ આવે. દેવગઢબારીયાના ખેડૂતોની જમીનમાં સરકાર વિકાસના નામે જમીનમાં નામ દાખલ કરી શ્રી સરકાર કરી જમીનો પડાવી લેવાના કારસો કરી રહી છે. તે બાબતે લોકો જાગૃત થાય સમાજની બેન દીકરીઓને ધર્મીઓ દ્વારા ફ્સાવીને લવ જેહાદ જેવી અસામાજિક પ્રવૃતિઓ થતી હોય છે. જે બાબતે સમાજને જાગૃત કરવા અનેક આગેવાનો કામ કરી રહ્યા છે. આ બાબતે અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ કોળી સમાજના સક્રિય આગેવાનો, યુવાઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાનાર છે. જે દાહોદ જિલ્લાના કોળી સમાજને નવી દિશા બતાવવા માટે દેવગઢબારિયામાં પ્રથમવાર આવી મોટી સંખ્યામાં ભવ્ય કાર્યક્રમ થનાર છે. દેવગઢબારિયામાં વર્ષો પછી કોળી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી માંધાતાની મૂર્તિ જુના જકાતનાકા પાસે સ્થાપન થવા જઈ રહ્યું છે. જે પણ 14 જાન્યુઆરીના રોજ તેનું ઉદ્ઘાટન કરાશે. અને મૂર્તિ દરેક ભાવિક ભક્તો તેમજ સર્વ સમાજ માટે ખુલ્લી મુકવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો