android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod: દાહોદ પાલિકાની ચૂંટણીમાં 29 બેઠક માટે 78 મુરતિયા મેદાનમાં

calendar_todayApril 15, 2026

Dahod: દાહોદ પાલિકાની ચૂંટણીમાં 29 બેઠક માટે 78 મુરતિયા મેદાનમાં

દાહોદ નગર પાલિકાની સામાન્ય ચુંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયુ છે.કુલ 7 બેઠક બિનહરીફ થઈ ગઈ છે ત્યારે હવે 29 બેઠક માટે 78 ઉમેદવાર મેદાનમાં છે.

દાહોદ નગર પાલિકામાં કુલ 36 બેઠક છે તેમાંથી 50% બેઠક મહિલા અનામત છે.આ વખતે 27% ઓબીસી અનામતનો અમલ પણ કરવામાં આવ્યો છે ત્યારે તારીખ 15 એપ્રિલના રોજ ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ હતો ત્યારે કુલ 7 ઉમેદવારીપત્ર પરત લેવાયા હતા.જેમાં ભાજપની બે બેઠક બિનહરીફ થઈ ગઈ હતી.જેમાં વોર્ડ નંબર 2માં દર્શિશ દિવાકર ઓબીસી બેઠક પર અને વોર્ડ નંબર 5માં જેરીકાબેન ચૌહાણ ભાજપના બિનહરીફ ચુંટાઈ આવતા ભાજપના કુલ 6 ઉમેદવારો વિજેતા જાહેર થઈ ચુક્યા છે.આ પહેલા જ કોંગ્રેસના એક ઉમેદવાર એહમદ ચાંદ પણ બિનહરીફ ચુંટાયા છે ત્યારે હવે 29 બેઠક માટે તારીખ 26 એપ્રિલના રોજ મતદાન કરાવાશે.હવે 28-28 ભાજપ કોંગ્રેસના અને 12 આપના તેમજ 10 અપક્ષ મળી કુલ 78 ઉમેદવાર મેદાનમાં છે.આ પહેલા ઉમેદવારીના દિવસે કુલ 116 ફોર્મ ભરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો