calendar_todayJanuary 13, 2026
Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત
દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીઓની સંડોવણી જોવા મળતા ચકચાર મચી ગઇ છે. ચાકલીયા પોલીસે પોતાના જ ત્રણ પોલીસ કર્મીઓ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
3 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ
ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડ, હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા સામે ખુદ ચાકલીયા પોલીસે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
દારુ ભરેલી ગાડીનું પાયલોટીંગ કરતા હતા
તપાસમાં સામે આવ્યું છે કે હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો જ્યારે કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને અર્જુન ભુરિયા અલ્ટો કરામાં પાયલોટીંગ કરતા હતા
દારૂ ભરેલી ગાડીને છોડીને ત્રણેય પોલીસ કર્મી ફરાર
જો કે તેઓ દારુ લઇને આવી રહ્યા હતા ત્યારે ચાકલીયા પોલીસ તથા ઝાલોદ પોલીસ અને એલસીબી પોલીસે નાકાબંધી કરી હતી જેથી પોલીસને જોઇને દારૂ ભરેલી ગાડીને છોડીને ત્રણેય પોલીસ કર્મી ફરાર થઇ ગયા.
66 હજાર કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ દ્વારા ગાડીમાંથી રૂ. 66 હજાર કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સમગ્ર ઘટનાના પગલે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપી પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો----- Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ