android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod News: ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.85 કરોડનો દારૂ જપ્ત કરાયો

calendar_todayJanuary 22, 2026

Dahod News: ખંગેલા ચેકપોસ્ટ પરથી 1.85 કરોડનો દારૂ જપ્ત કરાયો

ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે લાખો નહીં પરંતુ કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોના મેલા મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.

ખંગેલા ચેકપોસ્ટ પર ફિલ્મી ઢબે ઓપરેશન

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, ખંગેલા ચેકપોસ્ટ માર્ગે મોટી માત્રામાં દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેને પગલે પોલીસે ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વાહનમાંથી અંદાજે રૂપિયા 1 કરોડ 85 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

LCB એ માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરીમાં વપરાયેલ વાહનો મળી કુલ 2 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા શહેરોમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

રાજસ્થાનથી આરોપીની ધરપકડ

આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેમને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે, જેમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.


આ પણ વાંચો - Dahod News: 4 વર્ષના માસૂમ પર કુતરાએ કર્યો હુમલો