android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod : દારૂની હેરાફેરી કેસમાં સંડોવાયેલા ત્રણેય પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, SPની કડક કાર્યવાહી

calendar_todayJanuary 13, 2026

Dahod : દારૂની હેરાફેરી કેસમાં સંડોવાયેલા ત્રણેય પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, SPની કડક કાર્યવાહી

દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે દાહોદ જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલા આ પોલીસ કર્મીઓ

સસ્પેન્ડ કરાયેલા કર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને કોન્સ્ટેબલ મોહન તાવીયાડનો સમાવેશ થાય છે.

 હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં દારૂ ભરેલો હતો, જ્યારે કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા બીજી ગાડીમાં પાયલોટીંગ કરી રહ્યો હતો.

 દારૂ ભરેલી ગાડી છોડી આરોપી કર્મીઓ ફરાર થઈ ગયા હતા

પોલીસની ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડી છોડી આરોપી કર્મીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને દાહોદ SP દ્વારા તાત્કાલિક સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો----    Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત