android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dangના ઘાટ માર્ગો પર મોતની સવારી, બાઇક પર છુટ્ટા હાથે અને ઉભા રહીને સ્ટંટ કરતો યુવક કેમેરામાં કેદ...

calendar_todayOctober 9, 2026

Dangના ઘાટ માર્ગો પર મોતની સવારી, બાઇક પર છુટ્ટા હાથે અને ઉભા રહીને સ્ટંટ કરતો યુવક કેમેરામાં કેદ...

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને પહાડી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના તીવ્ર ઘાટ વાળા વાંકાચૂંકા રસ્તાઓ પર એક યુવક દ્વારા કરવામાં આવતી અત્યંત જોખમી અને ભયાનક બાઇક સવારીનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. માર્ગ સલામતીના નિયમોના ધજાગરા ઉડાડીને પોતાની સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકીને સ્ટંટ કરી રહેલા આ યુવકના વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

છુટ્ટા હાથે અને ચાલુ બાઇક પર ઉભા રહીને સવારી

વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ડાંગ જિલ્લાના અત્યંત જોખમી ગણાતા ઘાટ માર્ગ પર બાઇક ચાલક યુવક ક્યારેક હેન્ડલ પરથી છુટ્ટા હાથ રાખીને બાઇક દોડાવી રહ્યો છે, તો ક્યારેક ચાલુ બાઇકે સીટ પર ઉભા રહીને સ્ટંટબાજી કરી રહ્યો છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ અંગે અનેક જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ આવા બેફામ સ્ટંટબાજો પોલીસની તમામ ઝુંબેશ પર પાણી ફેરવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધુ હોવાથી જાગૃતિ જરૂરી

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પહાડી માર્ગો પર ચોમાસા અને શિયાળા દરમિયાન માર્ગ અકસ્માતના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. આવા સંજોગોમાં ઘાટના રસ્તાઓ પર આ પ્રકારે જોખમી રીતે વાહન ચલાવવું એ અકસ્માતને સીધું આમંત્રણ આપવા સમાન છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ નાગરિકો અને વાહનચાલકો માગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર દ્વારા આ સ્ટંટબાજ યુવકની ઓળખ કરી તેની વિરુદ્ધ દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : Suratમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે રૂ. 1.18 કરોડની ઠગાઈ, લાલગેટના ઝરી વેપારી સહિત 3 લોકો શિકાર બન્યા!