android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dang : આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી તપાસ શરુ કરી

calendar_todayJanuary 29, 2026

Dang : આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપી તપાસ શરુ કરી

ડાંગની એક આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદ થતા પોલીસે આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 શિક્ષણ જગતને લજવતી ઘટના


ડાંગ જિલ્લાની એક આશ્રમશાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. 15 વર્ષીય બાળકીની માતા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આશ્રમશાળાના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે.

સોનલ નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને બોલાવી


ફરિયાદ મુજબ આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની સાથે સાતથી આઠ દિવસ પહેલા આશ્રમમાં રસોઈકામ કરતી સોનલ નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને "રસોડામાં કામ છે" તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી. ત્યારબાદ સોનલે આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી.

બળજબરીપૂર્વક દૂષ્કર્મ કર્યું


કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી આરોપી પ્રફુલ નાયક તેને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક દૂષ્કર્મ કર્યું

પોલીસે પ્રફુલ નાયક અને સોનલ સામે ગુનો નોંધ્યો

બાળકીએ ઘટનાની તેની માતાને કરતા તેઓ આશ્રમમાં આવીને દીકરી સાથે વાત કરી હતી જ્યા ભોગ બનનારે સમગ્ર માહિતી આપતા આખરે તેની માતા એ આરોપી પ્રફુલ નાયક અને તેને આ કૃત્યમાં મદદ કરનાર રસોઇ બનવનાર સોનલ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.