android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dangના જાખાના ગામેથી પોલીસે કોટબાના દંપતીની 464 ગ્રામ ગાંજા સાથે કરી ધરપકડ

calendar_todayOctober 23, 2026

Dangના જાખાના ગામેથી પોલીસે કોટબાના દંપતીની 464 ગ્રામ ગાંજા સાથે કરી ધરપકડ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા રાજ્યમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલા ‘NO DRUGS IN SOUTH GUJARAT’ અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મળી છે. સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જાખાના ગામે હનુમાનજીના મંદિર પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી અને શંકાના આધારે તપાસ કરતાં ૪૬૪ ગ્રામ ગાંજા સાથે એક દંપતીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના શિરપુરથી લાવ્યા હતા જથ્થો

પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓની ઓળખ ગણેશભાઈ માહલા અને હંસાબેન માહલા તરીકે થઈ છે, જેઓ બંને ડાંગ જિલ્લાના આહવા તાલુકા અંતર્ગત આવતા કોટબા ગામના રહેવાસી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દંપતી ગાંજાનો આ જથ્થો મહારાષ્ટ્રના શિરપુર વિસ્તારના ‘મહારાજ’ નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે ડાંગ લાવ્યું હતું. પોલીસ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા મુખ્ય સપ્લાયરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

પોલીસે આરોપીઓ પાસેથી ગાંજા ઉપરાંત રોકડ રકમ, બે મોબાઈલ ફોન અને અપરાધમાં વપરાયેલી મોટરસાઇકલ સહિત કુલ રૂ.68,050નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ડાંગ પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો