android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dasada: દસાડા તાલુકાના ઝીંઝુવાડામાં બજારમાં કેમ બેઠો કહી છ શખ્સોએ માર માર્યો

calendar_todayJuly 29, 2026

Dasada: દસાડા તાલુકાના ઝીંઝુવાડામાં બજારમાં કેમ બેઠો કહી છ શખ્સોએ માર માર્યો

સુરેન્દ્રનગર (બ્યુરો) : દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા 52 વર્ષીય ભારતસિંહ જલુભા ઝાલા મીઠાના ટ્રક ડ્રાઈવીંગ કરે છે. તા. 30-6ના રોજ તેઓ રાત્રે જમીને બજારમાં બાકડે બેઠા હતા. ત્યારે ગામના રોબીનસિંહ રાજુભા ઝાલા, કરણસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ભાથીભા ઝાલા, આનંદસિંહ નવતાનસિંહ ઝાલા, પ્રદીપસિંહ નવતાનસિંહ ઝાલા અને વિશ્વરાજસિંહ ભાથીભા ઝાલા ત્યાં લાકડી, પાઈપ લઈને આવ્યા હતા. અને તું જાલમસિંહનો માણસ છે, બજારમાં કેમ બેઠો છે તેમ કહી માર માર્યો હતો. જેમાં ભારતસિંહને સારવાર માટે વિરમગામ લઈ જવાયા હતા. આરોપીઓ ફરિયાદીને મોસાળ સાસરૂ થતુ હોઈ સમાધાનની વાત ચાલુ હતુ. પરંતુ સમાધાન ન થતા અંતે ભારતસિંહે ઝીંઝુવાડા પોલીસ મથકે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો