calendar_todayJanuary 21, 2026
Davosમાં ભારતને ગણાવ્યું 'ટાયર 2' AI પાવર, અશ્વિની વૈષ્ણવે કર્યો વિરોધ
IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને 'ટાયર 2'ની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાવર બતાવવા પર વાંધો ઉઠાવ્યો છે. દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં AI પર ચર્ચા દરમિયાન ભારતને લઈને આ ટિપ્પણી કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે તેનો વિરોધ કર્યો છે. તેમને આ વાત પર ભાર આપ્યો છે કે ભારત પ્રથમ સ્તરનું AI પાવર છે.
મને નથી લાગતું કે તમારૂં ક્લાસિફિકેશન સાચું છે
તેમને કહ્યું કે મને નથી ખબર કે IMFનો ક્રાઈટેરિયા શું છે પણ સ્ટેનફોર્ડે દુનિયામાં AIની તૈયારીના લિસ્ટમાં ભારતને ત્રીજા સ્થાન પર મુક્યું છે. મને નથી લાગતું કે તમારૂં ક્લાસિફિકેશન સાચું છે. આઈટી મંત્રીએ કહ્યું કે AI લીડરશીપને માત્ર મોટા મોડેલ બનાવવાના આધારે વ્યાખ્યાયિત ન કરવું જોઈએ પણ તેનું આંકલન એક દેશના ફ્લેક્સિબલ ટેક્નોલોજી ઈકોસિસ્ટમ બનાવવાના આધાર પર થવું જોઈએ. તેમને કહ્યું કે એક મોટું AI મોડલ બનાવવાથી તમને દેશ તરીકે તાકાત મળતી નથી.
ભારતના પ્લાનિંગને લઈને પણ જાણકારી આપી
તેની સાથે જ કેન્દ્રીય મંત્રીએ આ ડોમેનમાં ભારતના પ્લાનિંગને લઈને પણ જાણકારી આપી છે. ભારત કોમ્પ્રિહેન્શિવ સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. તેમાં ડિઝાઈનિંગ, ફેબ્રિકેશન, પેકેજિંગ, મટિરિયલ અને ઈક્વિપમેન્ટ સામેલ છે. ભારત પોતાને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈનનું હબ બનાવવા ઈચ્છે છે. તેમને ચર્ચા દરમિયાન કહ્યું કે ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝ ભારતને એક વિશ્વાસપાત્ર સાથી તરીકે જોવે છે. અશ્વિની વૈષ્ણવે ભારતીય AI ઈકોસિસ્ટમમાં વધતા આંતરરાષ્ટ્રીય વિશ્વાસની પણ વાત કરી.
ભારતીય સ્ટાર્ટઅપ્સની સાથે પાર્ટરનશીપની વાત કહી
આ દરમિયાન તેમને ગૂગલના AI ડેટા સેન્ટરનો વિસ્તાર કરવાના વાયદાનો ઉલ્લેખ કર્યો. સાથે જ ભારતીય સ્ટાર્ટઅપ્સની સાથે પાર્ટરનશીપની વાત કહી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે જેને 5મી ઈન્ડસ્ટ્રિયલ ક્રાંતી માની રહ્યા છે, તેમની ઈકોનોમી કેવી રીતે કામ કરશે. આ મામલે ઈકોનોમી ROIથી આવશે અને ROI નાના અને લો-કોસ્ટ સોલ્યુશન પર નિર્ભર કરશે, જે વધારેમાં વધારે રિટર્ન લાવી શકશે. તેમને દાવોસમાં AIને લઈને ભારતનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.
આ પણ વાંચો: Rajasthan : ઉદયપુરમાં ઓવરલોડેડ જીપ ખાડામાં પડતા ત્રણના મોત, 12થી વધુ ઘાયલ