android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Deesa: શ્રાવણ સુદ બીજે મીની રણુજા ગણાતા બાબા રામદેવપીર મંદિરે શ્રાદ્ધાળુઓ ઉમટયાં

calendar_todayAugust 14, 2026

Deesa: શ્રાવણ સુદ બીજે મીની રણુજા ગણાતા બાબા રામદેવપીર મંદિરે શ્રાદ્ધાળુઓ ઉમટયાં

ડીસા : પુરાણા પ્રસિદ્ધ પર્ણાશા અર્થાત બનાસ કિનારે પાઘડીપને વસેલા વિકસેલા દર્શનપુર અર્થાત ડીસાનગરના મીની રણુજા ગણાતા બાબા રામદેવપીર મંદિરે વહેલી સવારથી જ શ્રાદ્ધાળુઓ હૈયામાં હિંદવાપીરનું નામ ધારણ કરીને અને હાથમાં પ્રસાદ પૂજાપો ઘી દિવેટ કે નાનકડી ધજા લઈને બાબાના મુખારવિંદના દિવ્ય દર્શન કરવા ઉમટી પડયા હતા. સૌ કોઈ શ્રાદ્ધાળુઓએ શિસ્તબદ્ધ કતારમાં ઊભા રહીને વારાફરતી દર્શનના વારાની આતુરતાપૂર્વક રાહ જોઈ હતી અને જ્યોત દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મોડી સાંજે થયેલ મહાઆરતીમાં હાજર રહેલા શ્રાદ્ધાળુઓના જય બાબારી ના નાદ વડે મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો