calendar_todayMarch 30, 2026
Deesa: બટાકાની આડમાં લઈ જવાતો રૂ. 1.09 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂબંધીના કડક અમલ વચ્ચે એક મોટી સફ્ળતા મેળવી છે. ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી એક ટ્રકમાંથી વિજિલન્સની ટીમે અંદાજે રૂ. 1 કરોડ 9 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી એક ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે આખોલ પાસે વોચ ગોઠવતા શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં ઉપરના ભાગે બટાકા ભરેલા હતા, પરંતુ અંદર ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાંથી એક કરોડ ઉપરાત ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. બુટલેગરો દ્વારા પોલીસથી બચવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ દારૂ ભરેલી ટ્રકને રસ્તો બતાવવા પાયલોટિંગ માટે આગળ બે અલગ-અલગ લક્ઝરી ગાડીઓ ચાલી રહી હતી. વિજિલન્સની ટીમે સતર્કતા દાખવીન?દારૂ ભરેલી ટ્રકના ડ્રાઈવર. અને પાયલોટિંગ કરી રહેલી બે ગાડીઓમાં સવાર 4 શખ્સો.આમ, કુલ 5 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. વિજિલન્સની ટીમે દારૂનો જથ્થો, ટ્રકઅને પાયલોટિંગમાં વપરાતી બે ગાડીઓ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી ડીસા રૂરલ પોલીસ મથકે સોંપ્યો છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા મોટા ગજાના બુટલેગરને ત્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં ગાંધીનગર વિજિલન્સ અને સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો