android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Deesa: હાઈવે પર લોહિયાળ ખેલ, શિહોરીના ભુવાજી પર 15 શખ્સોનો જીવલેણ હુમલો

calendar_todayJanuary 31, 2026

Deesa: હાઈવે પર લોહિયાળ ખેલ, શિહોરીના ભુવાજી પર 15 શખ્સોનો જીવલેણ હુમલો

બનાસકાંઠાના ડીસા શહેરમાંથી રવિવારે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શિહોરીના જાણીતા ભુવાજી દેવાભાઈ અમરતભાઈ રબારી પર અંગત અદાવતમાં 10 થી 15 લોકોના ટોળાએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ભુવાજીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 ભુવાજી પર અંગત અદાવતમાં હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, શિહોરીના દેવાભાઈ રબારી કોઈ કામ અર્થે ડીસા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ત્રણ ગાડીઓમાં સવાર થઈને આવેલા અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. ગાડીઓમાંથી ઉતરેલા 10 થી 15 લોકોના ટોળાએ કાંઈ પણ વિચાર્યા વગર દેવાભાઈ પર પાઈપો અને લાકડીના ધોકા વડે તૂટી પડ્યા હતા.

હુમલાનું કારણ અને ઈજાઓ

પ્રાથમિક તપાસમાં આ હુમલો અંગત અદાવતના કારણે થયો હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોરોએ એટલી ક્રૂરતા પૂર્વક માર માર્યો હતો કે દેવાભાઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ તમામ શખ્સો પોતાની ગાડીઓ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઈ જતાં ઇજાગ્રસ્ત ભુવાજીને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Aravalli News: માલપુર-મેઘરજ પંથકમાં કમોસમી માવઠું, 80 હજાર હેક્ટરના રવિ પાક પર સંકટ