android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
deesa : સોયલા ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે 24 ઓક્ટોબરે પદયાત્રાનું આયોજન

calendar_todayOctober 22, 2026

deesa : સોયલા ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે 24 ઓક્ટોબરે પદયાત્રાનું આયોજન

ભીલડી વિસ્તારના આજુબાજુના ગામોના લોકો માટે લાંબા સમયથી મુખ્ય પ્રશ્ન બની ગયેલા સોંયલા ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જનતાના હક, અધિકાર અને સુરક્ષિત અવરજવરના પ્રશ્નને લઈને આ પદયાત્રા યોજાઈ રહી છે. સોંયલા ફાટક પર ઓવરબ્રિજ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, કર્મચારીઓ, મહિલાઓ, વડીલો અને રોજિંદા અવરજવર કરતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે હવે સૌએ એકજૂથ થવાનો સમય આવી ગયો છે. આ પદયાત્રા તારીખ 24 ઓક્ટોબર, 2026, શનિવારના રોજ સવારે 9:00 વાગ્યે રસણીયા હનુમાન મંદિર, નેસડા ખાતેથી શરૂ થશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય નરસિંહ દેસાઈ દ્વારા સોંયલા ફાટક પર બ્રિજ બને અને જનતાની મુશ્કેલીઓ દૂર થાય તેમાટે આ હાકલ કરવામાં આવી છે. તેમણે તમામ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોને મોટી સંખ્યામાં પધારી પોતાના હક માટે અવાજ ઉઠાવવા નમ્ર વિનંતી કરી છે. નાગરિકોની સલામત અવરજવર માટે જનતાનો સહયોગ અને સહભાગિતા જ આ ચળવળની મુખ્ય શક્તિ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો