android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Deesaમાં ફૂડ વિભાગની ટીમે તાસ્વી માર્કેટિંગમાંથી રૂ.4.82 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો સીઝ!

calendar_todayOctober 17, 2026

Deesaમાં ફૂડ વિભાગની ટીમે તાસ્વી માર્કેટિંગમાંથી રૂ.4.82 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો સીઝ!

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને મિલવટખોરો સામે લાલ આંખ કરી છે. રિસાલા બજારમાં આવેલી તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢી પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ફૂડ વિભાગે રૂ.4.82 લાખની કિંમતનો 794.2 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. અગાઉ સબ-સ્ટાન્ડર્ડ ઘીના મામલે દંડાઈ ચૂકેલી આ પેઢી સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે.

રિસાલા બજારમાંથી 794.2 લીટર શંકાસ્પદ ઘી જપ્ત

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા દરમિયાન તાસ્વી માર્કેટિંગમાંથી 'પરિવાર કાઉ ઘી' બ્રાન્ડનું 429.2 લીટર પેક્ડ ઘી તેમજ 329 કિલો લૂઝ (ખુલ્લું) શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ જથ્થાના સેમ્પલ લઈને તાત્કાલિક ધોરણે લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Suspicious ghee seized from Deesa

સ્ટેટ લાયસન્સ રદ થયા બાદ સેન્ટ્રલ FSSAI હેઠળ ચાલતો ખેલ

તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ અગાઉ પણ લાલચંદ પંચીવાલા સામે સબ-સ્ટાન્ડર્ડ ઘી વેચવા બદલ દંડનીય કાર્યવાહી થઈ ચૂકી હતી. સ્ટેટ ઓથોરિટી દ્વારા પેઢીનું લાયસન્સ રદ કરવામાં આવ્યા બાદ પણ આ પેઢીએ સેન્ટ્રલ FSSAI લાયસન્સ મેળવીને ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આ ગંભીર બાબતને ધ્યાને રાખી ફૂડ વિભાગે સમગ્ર મામલે સેન્ટ્રલ ઓથોરિટીને લેખિત જાણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો