android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dehgam: દહેગામ તાલુકાના 47 કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના 90 લાખ કટ્ટાની આવક

calendar_todayMarch 29, 2026

Dehgam: દહેગામ તાલુકાના 47 કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના 90 લાખ કટ્ટાની આવક

દહેગામ તાલુકામાં આવેલા 47 જેટલા કોલ્ડસ્ટોરેજ આગળ હવે હાઉસફુલના પાટીયા વાગ્યા છે અને બટાટાની આવક પણ હવે મંદ પડી ગઇ છે.

મોટા ભાગનો પાક સ્ટોરેજ થઇ ગયો છે અને ખેતરોમાથી નીકળી ગયો છે. એક અંદાજ મુજબ 98 ટકા બટાટા સ્ટોર થઇ ગયા હોવાનો અંદાજ છે. બટાટાની આવક મામલે મળતા આંકડા મુજબ દહેગામ તાલુકાના 47 જેટલા કોલ્ડ સ્ટોરેજોમાં 90 લાખ કટ્ટાની આવક થઇ છે અને તમામ સ્ટોરેજ હાઉસફુલ થઇ ગયા છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં અધધ આવક થઇ હોવાની વિગતો છે. ગત વર્ષે આંકડો 75 થી 80 લાખ કટ્ટાની આવક સુધી પહોંચ્યો હતો.

 કોલ્ડ સ્ટોરેજના સંચાલકના જણાવ્યા મુજબ આગામી એક મહીના સુધી હવે કોલ્ડસ્ટોરેજના ગેટ બંધ રહેશે અને સતત એક મહિના સુધી સ્ટોર કરવામાં આવેલા બટાટાની લાખો બોરીઓમાં ટેમ્પરેચર મેઇનટેન કરવામાં આવશે. આગામી એપ્રિલના છેલ્લા સપ્તાહ સુધી સ્ટોરેજને સંજ્જડ બંધ રાખવામાં આવનાર છે. બટાટાની મોટા ભાગની આવક પુરી થઇ જતા હવે સ્ટોરેજ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. સતત બે મહિના સુધી બટાટાની આવક શરુ થઇ હતી જેને લઇને ભારે દોડધામ રહેતી હોય છે. આ વર્ષે પુષ્કળ આવક થઇ છે અને ગત વર્ષના તમામ રેકોર્ડ બટાટાની પુષ્કળ આવકથી તુટી ગયા છે. બિયારણના બટાટા પંજાબથી સ્ટોર થવા દહેગામ આવે છે અને આ આંકકો 2.50 લાખ કટ્ટાનો છે એટલે કે અઢી લાખ કટ્ટા પંજાબથી માત્ર બિયારણના જ સ્ટોરેજ થયા છે. આમ બટાટાના માન્ચેસ્ટરની ઉપમાં હવે દહેગામ બનતુ જાય છે. દહેગામ ખાતે નજીકના સીમાવર્તી જીલ્લાઓ અરવલ્લી. સાબરકાંઠા, મોડાસા સુધીના બટાટાનો જથ્થો કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહ માટે આવતો હોવાની વિગતો છે. ભરપુર ઉત્પાદન વચ્ચે બટાટાના ભાવે આ વર્ષે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા પણ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો