android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi: બનશે વૈશ્વિક મંચ, 3 નવેમ્બરથી શરૂ થશે ઇન્ડો-પૅસિફિક ડાયલોગનું આયોજન

calendar_todayOctober 23, 2026

Delhi: બનશે વૈશ્વિક મંચ, 3 નવેમ્બરથી શરૂ થશે ઇન્ડો-પૅસિફિક ડાયલોગનું આયોજન

ભારતીય નૌસેના દ્વારા આગામી ૩ થી ૫ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હીમાં ઇન્ડો-પેસિફિક રીજનલ ડાયલોગ (IPRD-2026)નું આયોજન કરવામાં આવશે. આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ૧૮ દેશોના વિશેષજ્ઞો ભાગ લેવાના છે. આ વર્ષે આ સંમેલનની મુખ્ય થીમ 'ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિજ્ઞાન, તકનીક અને શૈક્ષણિક સહયોગ' રાખવામાં આવી છે. કાર્યક્રમના પહેલા દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહ સંમેલનને સંબોધિત કરશે. ભારતીય નૌસેના 'નેશનલ મેરીટાઇમ ફાઉન્ડેશન' સાથે મળીને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહી છે. સંમેલનમાં દરિયાઈ સુરક્ષા, વૈજ્ઞાનિક સંશોધન, નવી ટેકનોલોજી, સમુદ્રનું ઉત્તમ વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન જેવા મહત્વના પડકારો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત દરિયાઈ વેપાર અને સપ્લાય ચેઈનની સુરક્ષા, દરિયાઈ સંસાધનોના સંરક્ષણ અને મહત્વપૂર્ણ દરિયાઈ માળખાકીય સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.

મુખ્ય ચર્ચાના વિષયો 

આ ત્રણ દિવસીય સંમેલન દરમિયાન કુલ પાંચ પ્રમુખ સત્રો યોજાશે, જેમાં નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે:

• શૈક્ષણિક નેટવર્કિંગ અને રિસર્ચ: શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ વધારવો અને નિષ્ણાતો તૈયાર કરવા.

• દરિયાઈ સુરક્ષા અને નિરીક્ષણ: દરિયાઈ નિરીક્ષણ અને સુરક્ષા મજબૂત કરવી.

• દરિયાઈ વિજ્ઞાન અને તકનીક: દરિયાઈ વિજ્ઞાનનો વિકાસ અને નવી દરિયાઈ ટેકનોલોજીનો ઉપયોગ.

• આબોહવા પરિવર્તન અને પ્રશાસન: ક્લાઈમેટ ચેન્જ સામે લડવું અને મહાસાગર પ્રશાસન સુધારવું.

વિશેષ સત્રો અને કાર્યક્રમો 

• પહેલા દિવસનું વિશેષ સત્ર: "Perspectives from the Flag Bridge" (પર્સપેક્ટિવ્સ ફ્રોમ ધ ફ્લેગ બ્રિજ) નામના સત્રમાં ભારત અને શ્રીલંકાના પૂર્વ નૌકાદળ પ્રમુખો ભાગ લેશે.

• રાજદ્વારીઓની ચર્ચા: રાજદ્વારીઓ (Diplomats) સાથે "સહયોગ કા સંવાદ" નામે ખાસ વાતચીત યોજાશે.


સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય 

આ સંમેલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની IPOI (ઇન્ડો-પૅસિફિક ઓશન્સ ઇનિશિએટિવ) અને ભારતની દરિયાઈ રણનીતિ મહાસાગરના વિઝનને આગળ વધારવા માટે અત્યંત મહત્વનું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે સહયોગ વધારીને એવા નક્કર પ્રસ્તાવો તૈયાર કરવાનો છે, જેને દ્વિપક્ષીય (Bilateral) અને બહુપક્ષીય (Multilateral) સ્તરે સફળતાપૂર્વક લાગુ કરી શકાય.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d