android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi : નોઈડાથી ચોરીના 821 ફોન જપ્ત, આંતરરાજ્ય ગેંગના 8 લોકોની કરાઈ ધરપકડ

calendar_todayJanuary 6, 2026

Delhi : નોઈડાથી ચોરીના 821 ફોન જપ્ત, આંતરરાજ્ય ગેંગના 8 લોકોની કરાઈ ધરપકડ

દિલ્હી NCRમાં મોબાઈલ ચોરીની વધતી ઘટનાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોઈડા પોલીસે આંતરરાજ્ય મોબાઈલ ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના 8 સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 821 ચોરીના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જેની આશરે કિંમત 6થી 8 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ગેંગ ઝારખંડથી 2-3 મહિના માટે દિલ્હી આવતી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ઝારખંડથી 2-3 મહિના માટે દિલ્હી આવતી હતી અને અહીં ભાડા પર રૂમ લઈને ભીડવાળા વિસ્તારોમાં સક્રિય રહેતા અને તક મળતા જ મોબાઈલ ચોરી કરતા હતા. પકડાઈ ના જવાય તેના માટે ગેંગના સભ્ય ચોરી કર્યા પછી મોબાઈલ એક-બીજાને પાસ કરી દેતા હતા. જ્યારે ચોરી કરેલા મોબાઈલોની સંખ્યા વધી જતી હતી, ત્યારે તેને એક બેગમાં ભરીને ટ્રેન અને બસ દ્વાર ઝારખંડ અને બિહાર લઈ જતા હતા.

નેપાળમાં મોબાઈલ વેચી દેતા

ત્યારબાદ આ મોબાઈલને નેપાળ બોર્ડરના વિસ્તારમાં ખુબ જ સસ્તા ભાવમાં વેચી દેતા હતા. સેન્ટ્રલ નોઈડાના ડીસીપીએ જણાવ્યું કે ગેંગના 8 સભ્યોને પકડી લેવામાં આવ્યા છે, જેમાં 6ની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બે સગીર બાળકોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસ વધુ તપાસમાં લાગી

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ 821 મોબાઈલ ફોનને જપ્ત કરવા નોઈડા પોલીસના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિક્વરી માનવામાં આવી રહી છે. હાલમાં પોલીસ જપ્ત કરેલા મોબાઈલ ફોનના માલિકોની ઓળખ કરવા અને ગેંગ સાથે જોડાયેલા અન્ય નેટવર્કની તપાસમાં લાગી છે.   

આ પણ વાંચો: JNUમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાનની વિરૂદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર, યૂનિવર્સિટીએ નોંધાવી FIR