android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi Cold : દિલ્હીમાં કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા, તાપમાનમાં નોંધાયો મોટો ઘટાડો

calendar_todayJanuary 8, 2026

Delhi Cold : દિલ્હીમાં કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા, તાપમાનમાં નોંધાયો મોટો ઘટાડો

દિલ્હીમાં ઠંડીનો કહેર સતત વધી રહ્યો છે. રાજધાનીમાં હાલના દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને તેની અસર પણ લોકો પર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર પણ અસર જોવા મળી રહી છે. 8 જાન્યુઆરીએ સવારે રાજધાનીના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ઓછામાં ઓછું તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

સફરદજંગ બેઝ સ્ટેશન પર ઓછામાં ઓછું તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે બુધવારના 8.6 ડિગ્રી તાપમાનથી લગભગ 3 ડિગ્રી ઓછું છે. 5 ડિસેમ્બર 2025 બાદ આ સૌથી ઓછું તાપમાન છે. આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બર 2025માં દિલ્હીમાં 3 વખત તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. દિલ્હીમાં 1 ડિસેમ્બરે ઓછામાં ઓછું તાપમાન 5.7 ડિગ્રી, 4 ડિસેમ્બરે 5.6 ડિગ્રી અને 5 ડિસેમ્બરે પણ 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું પણ 2026માં અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ 8 જાન્યુઆરી સાબિત થયો છે.

ઠંડીથી ક્યારે મળશે રાહત?

દિલ્હી એરપોર્ટ સ્થિત પાલમ વેધશાળામાં આજે ઓછામાં ઓછું તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સિવાય જાફરપુર, અયાનગર અને રિજ વિસ્તારમાં ઓછામાં ઓછું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું છે. આગામી દિવસોમાં પણ આ ઠંડીથી રાહત મળવાની સંભાવના નથી. સવારે અને રાતના સમયે ઠંડીની અસર વધારે અનુભવાશે. ત્યારે ઠંડા વાતાવરણને કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

9 જાન્યુઆરીએ કેવું રહેશે તાપમાન?

IMD મુજબ દિલ્હી-એનસીઆરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓછામાં ઓછું તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. 9 જાન્યુઆરીએ દિલ્હીમાં આકાશ સાફ રહેવાની સંભાવના છે, જો કે સવારના સમયે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી શકે છે. ત્યારબાદના દિવસોમાં પણ તાપમાન 5-7 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: India-Myanmar બોર્ડર પરથી 15 કરોડનું હેરોઈન કરાયું જપ્ત, 2 લોકોની કરાઈ ધરપકડ