calendar_todayMarch 24, 2026
Delhi કોર્ટનો મોટો ચુકાદો, DeM સંગઠનની મહિલા સભ્યોને દોષિત ઠેરવી
દિલ્હીની કડકરડૂમા કોર્ટે દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કેસમાં ત્રણ મહિલાઓને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે. આ કેસમાં દુખ્તરન-એ-મિલ્લત (DeM) સંગઠનની મહિલા સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વર્ષ 2018માં આસિયા અંદ્રાબી, સોફી અને નાહિદા નામની ત્રણેય મહિલાઓની ધરપકડ કરી હતી.
મહિલાઓ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહી હતી
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ત્રણેય મહિલાઓ કાશ્મીર અલગતાવાદી ષડયંત્રમાં સક્રિય રીતે સંકળાયેલી હતી અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહી હતી. ખાસ કરીને આસિયા અંદ્રાબીના હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી તત્વો સાથે સંબંધો પણ સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પરના પુરાવાઓના આધારે હિંસા અને જેહાદ માટે ઉશ્કેરણી કરવાના આરોપો સાબિત થયા હતા.
પુરાવાઓના આધારે કોર્ટે આ નિર્ણય લીધો
કોર્ટે આ તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈને આસિયા અંદ્રાબીને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. જ્યારે સોફી અને નાહિદાને 30 વર્ષની કેદ સાથે રૂ. 7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આસિયા સામે અગાઉથી જ 32 જેટલા એફઆઈઆર નોંધાયેલા હોવાનું પણ કોર્ટમાં રજૂ થયું હતું. NIAની વિગતવાર તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે. આ ચુકાદાને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, જે દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપે છે.
આ પણ વાંચો : Fact Check : હોર્મુઝ પાર કરવા માટે ભારતીય જહાજોને આપવી પડી ચાઈનીઝ કરન્સી? આ મામલે ભારતે આપ્યો જવાબ