calendar_todayOctober 25, 2026
Delhi-NCRમાં હવામાનનો યુ-ટર્ન! તોફાની પવન સાથે કરા પડ્યા
દેશના અનેક ભાગોમાં 25 ઓક્ટોબરે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની ગતિવિધિઓ વધી શકે છે. પહાડી રાજ્યોમાં વરસાદની સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીમાં વરસાદ સાથે કરા પડ્યા
દેશની રાજધાની દિલ્હી અને NCRના અનેક વિસ્તારોમાં શનિવારે રાત્રે હવામાન અચાનક બદલાયું હતું. તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. વરસાદને કારણે હવાની ગુણવત્તામાં સુધારો થવાની આશા છે.હવામાનની આગાહી અનુસાર, આજે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પવનની ઝડપ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદની શક્યતા
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર, હમીરપુર, હાપુડ, હરદોઈ, આઝમગઢ, પીલીભીત, રાયબરેલી, ગૌતમ બુદ્ધ નગર, મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ, સોનભદ્ર, ચંદૌલી, આગ્રા, મથુરા અને મિર્ઝાપુરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.આ વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બિહારના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ અસર
ઝારખંડના રાંચી, પશ્ચિમ સિંહભૂમ, પૂર્વ સિંહભૂમ અને ધનબાદ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.બંગાળની ખાડીમાં હવાના ઓછા દબાણનું ક્ષેત્ર વિકસી રહ્યું છે. તે વધુ મજબૂત બનતાં ચક્રવાતમાં ફેરવાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ હવામાન પ્રણાલીને કારણે દેશના કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિઓ વધી શકે છેરાજસ્થાનના જયપુર, ભરતપુર, ભીલવાડા, બુંદી, બીકાનેર, અજમેર, ઉદયપુર, જાલોર, સિરોહી, બારાં અને પાલીમાં વરસાદ તથા વાવાઝોડાની શક્યતા છે. મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ તથા તેજ પવનની અસર જોવા મળી શકે છે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. કેરળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર આંતરિક કર્ણાટકમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેલંગાણામાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા
પહાડી વિસ્તારોમાં પણ હવામાન બદલાવાની આગાહી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે.હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડી શકે છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ વરસાદ અને હિમવર્ષાને કારણે હવામાનમાં ઠંડક અનુભવાઈ શકે છે.હવામાનમાં અચાનક ફેરફારને ધ્યાનમાં રાખીને લોકોને સ્થાનિક હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખવા અને વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો - Sonam Wangchuk: વિરોધ પ્રદર્શન પર મોટુ નિવેદન, થઈ શકે છે શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી હાતલ !