android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi News: મહિલા વકીલો માટે અલગ બાર રૂમ અને વોશરૂમ ફરજિયાત, SCનો તમામ રાજ્ય અને HCને આદેશ

calendar_todayOctober 26, 2026

Delhi News: મહિલા વકીલો માટે અલગ બાર રૂમ અને વોશરૂમ ફરજિયાત, SCનો તમામ રાજ્ય અને HCને આદેશ


દેશના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને હાઈકોર્ટોને સ્પષ્ટ આદેશ આપ્યો છે.

આકરા શબ્દોમાં આદેશ 

કોર્ટની કામગીરી દરમિયાન મહિલા વકીલોને પડતી મુશ્કેલીઓ પ્રત્યે ગંભીરતા દાખવતા દેશના મુખ્ય ન્યાયાધીશે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં મહિલા વકીલો માટે અલગ બાર રૂમ કે વોશરૂમ જેવી મૂળભૂત સુવિધા ન હોય તે બાબત હવે બિલકુલ સ્વીકાર્ય નથી. આ કોઈ ભલામણ નથી પરંતુ એક અનિવાર્ય નિર્દેશ છે, જેનું પાલન કરવું દરેક સત્તાધીશો માટે ફરજિયાત છે.

જરૂરી ફંડ ઉપલબ્ધ કરાવવું 

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ માળખાકીય સુવિધાઓના નિર્માણમાં નાણાકીય કે સ્થાનિક અડચણો ચલાવી લેવામાં આવશે નહીં. અદાલતે તમામ રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે તેઓ પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ નીચલી અદાલતોમાં મહિલા વકીલો માટે અલગ બાર રૂમ અને સ્વચ્છ વોશરૂમ બનાવવા માટે જરૂરી જમીન અને પર્યાપ્ત ફંડ તુરંત ફાળવે. સુપ્રીમ કોર્ટે આ આદેશનું યોગ્ય રીતે અને સમયસર અમલીકરણ થાય તે માટે ભારતના અટોર્ની જનરલ આર. વેંકટરામણીને નોડલ ઓથોરિટી તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ તમામ રાજ્યો અને હાઈકોર્ટો સાથે સંકલન સાધીને આ દેશવ્યાપી પ્રોજેક્ટની દેખરેખ રાખશે.

અહેવાલો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાવ 

આ ઉપરાંત, તમામ રાજ્યોએ પોતાની અદાલતોમાં મહિલા વકીલો માટે કરવામાં આવેલી સુવિધાઓ અને ચાલી રહેલા કામકાજનો પ્રગતિ અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. સર્વોચ્ચ અદાલતે આ મામલે આગળની કાર્યવાહી માટે 2 ડિસેમ્બર 2026ની તારીખ નક્કી કરી છે, જ્યાં તમામ રાજ્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ન્યાયતંત્રમાં મહિલાઓની સતત વધી રહેલી ભાગીદારી વચ્ચે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને દેશભરના મહિલા વકીલો અને કાનૂની ક્ષેત્રે આવકાર્યો છે. આ આદેશથી નીચલી અદાલતોમાં કામ કરતી હજારો મહિલા વકીલોને સન્માનજનક અને અનુકૂળ કાર્યકારી વાતાવરણ મળી રહેશે.

આ પણ વાંચોઃ જિલ્લા જજોનું નિવૃત્તિ વય 60થી વધારી 62 કરવા 14 રાજ્ય સંમત, SCએ કહ્યું, અન્ય રાજ્યો પણ નિર્ણય લે