android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi: ભારતમાં બનેલ ચિપ દુનિયામાં પહોંચી રહી છે.. સેમિકોન ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે બોલ્યા PM

calendar_todaySeptember 17, 2026

Delhi: ભારતમાં બનેલ ચિપ દુનિયામાં પહોંચી રહી છે.. સેમિકોન ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે 'સેમિકોનઈન્ડિયા 2026' (SemiconIndia 2026) નું ઉદ્ઘાટન કર્યું. 17 થી 19 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલી આ ત્રણ દિવસીય પરિષદ અને પ્રદર્શન 'સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ' (Silicon to Systems: Building the Ecosystem) ની થીમ પર આધારિત છે.

બ્રિક્સમાં દેખાઇ ભારતની તાકાત- પીએમ મોદી 

તે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલી વૈશ્વિક અને ભારતીય કંપનીઓ, નીતિ-નિર્ધારકો, રોકાણકારો, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને એક મંચ પર લાવે છે. આ કાર્યક્રમમાં ભારત સહિત 52 દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે  ભારતનો આર્થિક વિકાસ 7.4 ટકા છે. બ્રિક્સ સમિટમાં ભારતનો ભરોસો નજરે આવ્યો. 

ભારતનો આર્થિક વિકાસ 7.4 ટકા - પીએમ મોદી 

પીએમ મોદીએ સંબોધન દરમિયાન વધુમાં જણાવ્યું કે  આ સપ્ટેમ્બર મહિનામાં જ, બરાબર 10 દિવસ પહેલાં મુંબઈમાં 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ' (Global FinTech Fest) યોજાયો હતો. તેમાં 'એજન્ટિક AI' (Agentic AI), ટોકનાઇઝેશન અને ક્વોન્ટમ ટેક્નોલોજીના માધ્યમથી સર્વસમાવેશી નાણાકીય વ્યવસ્થા (inclusive finance) અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ જ સમયગાળા દરમિયાન, ભારતમાં 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર' (Dedicated Freight Corridor) નો લગભગ 3000 કિલોમીટરનો હિસ્સો સંપૂર્ણપણે કાર્યરત થયો.. . આ જ સમયગાળામાં—એટલે કે સપ્ટેમ્બરમાં જ ભારતનો ત્રિમાસિક જીડીપી (GDP) રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો. આવા પડકારજનક સમયમાં પણ ભારતે 7.8 %નો વિકાસ દર હાંસલ કરીને બતાવ્યું છે.  

ભારતે તેના સેમિકન્ડક્ટર મિશનનો બીજો તબક્કો શરૂ કર્યો - PM Modi  

ભારતે બ્રિક્સ (BRICS) સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યું. સૌના સહયોગથી 'નવી દિલ્હી ઘોષણાપત્ર'નો સ્વીકાર એ ભારતની વૈશ્વિક વિશ્વસનીયતાનો વધુ એક પુરાવો છે. અને આવી મહત્વપૂર્ણ સિદ્ધિઓ વચ્ચે 'સેમિકોન ઈન્ડિયા'નું આયોજન થવું એ અન્ય એક મહત્વનો સીમાચિહ્નરૂપ બનાવ છે..

જ્યારે પ્રથમ તબક્કાનું મૂલ્ય આશરે $8 બિલિયન હતું, અમે બીજા તબક્કા માટે $13.5 બિલિયનનું લક્ષ્ય રાખ્યું છે. 'રિફોર્મ એક્સપ્રેસ' પર આગળ વધતા, અમે આ ક્ષેત્રમાં વધુ સુધારા રજૂ કર્યા છે. હવે, આંતરરાષ્ટ્રીય કંપનીઓ અમારા સ્ટાર્ટઅપ્સ, ભારતીય ડિઝાઇન કંપનીઓ અને OCI-માલિકીની સંસ્થાઓ સાથે સહયોગ કરી શકે છે. પછી ભલે તે નીતિ, ભંડોળ અથવા નિયમનકારી માળખાની ચિંતા હોય, ભારત સરકાર તમારા પ્રોજેક્ટ્સની સફળતા સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહી છે.