android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi Swine Flu Case: દિલ્હીમાં રેકોર્ડ બ્રેક 3218 નોંધાયા સ્વાઇન ફ્લૂના કેસ, તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

calendar_todaySeptember 2, 2026

Delhi Swine Flu Case: દિલ્હીમાં રેકોર્ડ બ્રેક 3218 નોંધાયા સ્વાઇન ફ્લૂના કેસ, તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં સ્વાઇન ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. વાતાવરણમાં ફેરફારને કારણે આ બધા કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે દિલ્હીમાં તો આ કેસ બમણી ગતિએ ફેલાઇ રહ્યો છે. 1 સપ્ટેમ્બરના રોજ સોમવારે 164 કેસ નોંધાયા છે.

દિલ્હીમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે સ્વાઇનફ્લૂના કેસ 

ત્યારે અત્યાર સુધીના કેસની વાત કરીએ તો,  આ સાથે આ વર્ષે અત્યાર સુધીમાં નોંધાયેલા સ્વાઇન ફ્લૂના કેસોની કુલ સંખ્યા 3,218 થઈ ગઈ છે.  જે સાત વર્ષમાં સૌથી વધુ છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. 


દિલ્હીમાં સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો, સૌથી વધુ કેસ નોંધાયા

2024માં દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના 3151 કેસ નોંધાયા હતા, પરંતુ આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં આ સંખ્યા 3200ને વટાવી ગઈ હતી. માર્ચ મહિનામાં જ 315 કેસ નોંધાયા હતા. આ આંકડા સાત વર્ષમાં સૌથી વધુ કેસ દર્શાવે છે.

વર્ષ કેસ 
2016 3627 સ્વાઇન ફ્લૂના કેસ, 31ના મોત  
 2020412 સ્વાઇન ફ્લૂના કેસ
2021 91 સ્વાઇન ફ્લૂના કેસ 
20243151 સ્વાઇન ફ્લૂના કેસ
2025 229 સ્વાઇન ફ્લૂના કેસ


આ લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવું 

આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની અને લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવાની સલાહ આપી છે. સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ સાવધાની રાખવા અને સારી સ્વચ્છતા જાળવવાની વિનંતી કરી છે.

ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે તાજેતરમાં જણાવ્યું હતું કે હાલની ઈન્ફલ્યુએન્ઝાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. દેશમાં હાલમાં ફરતા ઈન્ફલ્યુએન્ઝાના વાયરસ તાજેતરના વર્ષોમાં જોવા મળતા મોસમી પેટર્ન સાથે સુસંગત છે. ભારતમાં H1N1 માં અપેક્ષિત મોસમી ફેરફારો જોવા મળ્યા છે, અને કોઈ અસામાન્ય આનુવંશિક ફેરફારો જોવા મળ્યા નથી.


ફ્લૂથી બચવા શું કરવું ? 

  • ફ્લૂથી બચવા માટે ખાંસી કે છીંક ખાતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો.
  • તમારા હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો અથવા યોગ્ય હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
  • જો તમે બીમાર હોવ તો ઘરે રહો અને અન્ય લોકો સાથે નજીકના સંપર્ક ટાળો.
  • હાઇડ્રેટેડ રહો અને પુષ્કળ આરામ કરો.
  • સ્વસ્થ અને સંતુલિત આહાર જાળવો.
  • જો લક્ષણો ગંભીર, સતત અથવા વધુ ખરાબ થતા હોય તો ડૉક્ટરની સલાહ લો.
  • પરીક્ષણ અથવા સારવાર અંગે ડૉક્ટરની સલાહનું પાલન કરો.

આ પણ વાંચો-   નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સોનુ સૂદ, જાણો શું કહ્યું ?