android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi Turkman Gate Violence: મસ્જિદ પાસે પથ્થરમારા મામલે એક્શન, 10 લોકો પોલીસ કસ્ટડીમાં

calendar_todayJanuary 7, 2026

Delhi Turkman Gate Violence: મસ્જિદ પાસે પથ્થરમારા મામલે એક્શન, 10 લોકો પોલીસ કસ્ટડીમાં

રાજધાની દિલ્હીમાં તુર્કમાન ગેટ વિસ્તારમાં ફેઝ એ ઇલાહી મસ્જિદ પાસે દબાણ હટાવવા માટેના અભિયાને હિંસક રૂપ લઇ લીધુ. દિલ્હી નગર નિગનએ દિલ્હીની હાઇકોર્ટના નિર્દેશ અનુસાર આ કાર્યવાહી કરી હતી. જોકે સ્થાનિક રહેવાસીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. વિરોધ કરી રહેલા ટોળાએ પોલીસ અને MCD ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસક ઘટનાથી વિસ્તારમાં તંગ વાતાવરણ સર્જાયું હતું.

5 પોલીસ કર્મીઓ થયા ઇજાગ્રસ્ત

પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પથ્થરમારાની ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસે FIR નોંધી છે અને ઝડપથી બદમાશોની ઓળખ કરી રહી છે. પ્રાથમિક તપાસ અને CCTV ફૂટેજના આધારે, ઘણા બદમાશોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કોર્ટના આદેશ પર કરવામાં આવી રહી હતી, પરંતુ કેટલાક વ્યક્તિઓએ તેને હિંસક બનાવીને કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો.


10 લોકોની કરી અટકાયત

દિલ્હી પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી છે. આશરે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પથ્થરમારાની ઓળખ માટે CCTV ફૂટેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં FIR અજાણ્યા વ્યક્તિઓ સામે છે, જોકે પોલીસે ચારથી પાંચ શંકાસ્પદોની ઓળખ કરી છે. તેઓ પર લોકોને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.  આ મામલે પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. 

https://x.com/ANI/status/2008774639531814932

હાલ આરોપીઓને ઓળખવાની કામગીરી તેજ 

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ DCP નીતિન વલસનએ જણાવ્યું હતું કે MCD કર્મચારીઓ રાત્રે JCB લઈને આવ્યા હતા. અમે લોકોને કહ્યું હતું કે આ કોર્ટનો આદેશ છે અને તેઓ અપીલ કરી શકે છે. તેમણે અપીલ કરી હતી, પરંતુ સ્ટે ઓર્ડર મળ્યો હતો. 25-30 લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બદલામાં અમે તેમને ભગાડવા માટે બળનો ઉપયોગ કર્યો હતો. પથ્થરમારામાં પાંચ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. અમે સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે અને પાંચ લોકોની અટકાયત કરી છે. MCD ડિમોલિશનનું કામ કરી રહ્યું છે. જે કામ હાકરવાની જરૂર હતી તેમાંથી મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, અને કામ હજુ પણ ચાલુ છે. અમે ગઈકાલે ડ્રોન કેમેરા પણ લગાવ્યા હતા. અમે બધા કેમેરા ચકાસી રહ્યા છીએ.