android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Devgadhbaria : નવા બની રહેલા નાળા અને ગટરની કામગીરીમાં ઢીલી નીતિ સામે રોષ

calendar_todayOctober 25, 2026

Devgadhbaria : નવા બની રહેલા નાળા અને ગટરની કામગીરીમાં ઢીલી નીતિ સામે રોષ

દેવગઢબારીઆ સ્થિત સ્ટેટ હાઇવે નવો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા થયા પછી હાલમાં નવીન નાળા બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. તાલુકાના મોટીઝરી ગામે પણ નવીન નાળાનું કામ શરૂ કરાયું છે. જે માટે નજીકમાં ડાયવર્ઝન અપાયું છે, જે ડાયવર્ઝન માત્ર માટી અને હલકા મેટલ પુરાણ કરી બનાવાયું હોઈ ત્યાંથી પસાર થતાં ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો અને ડમ્પરને કારણે વારંવાર બેસી જતું હોવાથી રોજ નાના મોટા અકસ્માત થતા હોય છે. જયારે પાણીનો છંટકાવ નહીં થવાથી કાચા રોડ ઉપર ઊડતી ધૂળની ડમરીઓના કારણે વાહનો ક્યારેક સામ સામે દેખાતા પણ નથી. તેવા સંજોગોમાં ક્યારેક જીવલેણ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જયારે આ નવીન નાળા નજીક પાણીના વહેણ માટે ગટર લાઈનનું પણ કામ ચાલી રહ્યું છે. જે કામગીરીમાં સ્ટીલનો ઉપયોગ ઓછો થતો હોવાની ફરિયાદો, તેમજ આરસીસી વર્કમાં પાણીનો છંટકાવ નહીં થતા ગટર લાઈનના ટકાઉપણા બાબતે પણ શંકા સેવાઈ રહી છે, જવાબદાર અધિકારીઓ પણ ક્યારે મુલાકાત લઈને જતા રહે છે અને મુલાકાત દરમ્યાન કામગીરીમાં તટસ્થ અવલોકન કરે છે કે કેમ તે પણ મોટો સવાલ ખડો થયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો