android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhandhuka: ધોલેરા એક્સપ્રેસ વે પર દારૂની 110 બોટલ સાથે બે ઝડપાયા

calendar_todayJanuary 7, 2026

Dhandhuka: ધોલેરા એક્સપ્રેસ વે પર દારૂની 110 બોટલ સાથે બે ઝડપાયા

અમદાવાદ જિલ્લામાં ધોલેરા પોલીસે એક્સપ્રેસ હાઈવેના પીપળી ટોલ નાકા નજીક ખાનગી બસમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 ધોલેરા એક્સપ્રેસ વે ઉપર આવેલ વેજલકા ગામ તરફ્થી ભાવનગર તરફ્ એક ખાનગી બસમાં બે ઈસમો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે ધોલેરા એક્સપ્રેસ વે ઉપર આવેલ પીપળીગામ ટોલટેક્ષ ખાતે વોચ ગોઠવી વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી. તપાસ દરમ્યાન બાતમી મુજબના બે ઈસમોને ઝડપી પાડી તેમની પાસે રહેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની પ્લાસ્ટીકની નાની બોટલો નંગ-110, કુલ કિંમત રૂ. 18,700નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે પકડી પાડેલા દીપકભાઇ નારાણભાઇ રાઠોડ(ઉ.વ. 29), ખુશાલભાઇ બેચરભાઇ પંચાલ (ઉ.વ. 22, બન્ને રહે. ભાવનગર) નામના આરોપીઓ દારૂ ભાવનગર ખાતે લઈ જઈ છુટક વેચાણ કરવાનો ઈરાદો ધરાવતા હતા. પરંતુ હેરાફેરી દરમિયાન પોલીસ દ્વારા ઝડપાઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો