android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhandhuka: ધોલેરા પંથકમાં વીજ ચોરીની બદીને ડામવા 12 ગામોમાં ચેકિંગ

calendar_todayJanuary 21, 2026

Dhandhuka: ધોલેરા પંથકમાં વીજ ચોરીની બદીને ડામવા 12 ગામોમાં ચેકિંગ

અમદાવાદ જિલ્લાના ધંધૂકા અને ધોલેરા પંથકમાં વીજ ચોરી અને ગેરરીતિ સામે વીજ વિભાગ દ્વારા વિશાળ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ધંધૂકા અને ધોલેરાના કુલ 12 ગામોમાં એકસાથે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ માટે 40થી વધુ વાહનોનો વિશાળ કાફ્લો તૈનાત કરવામાં આવ્યો હતો. વીજ વિભાગની 4 ટીમો ના 250 ઉપરાંત વીજ કર્મી અને સુરક્ષા કર્મીઓ એ રોજકા, પીપળ, તગડી, જીંજર, ભલગામડા, આકરું, સાંઢીડા, રતનપુર, મીંગલપુર, ઝાંખી, ખરડ અને કોઠડીયા સહિતના ગામોમાં તડામાર કાર્યવાહી કરી હતી. આ ચેકિંગ દરમિયાન કુલ 2079 વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 142 કનેક્શનમાં વીજ ચોરી તેમજ ગેરરીતિ ઝડપાઈ હતી. વીજ વિભાગ દ્વારા કરાયેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 83.90 લાખ રૂપિયા કરતાં વધુની વીજ ચોરી પકડાઈ હોવાનું જાણવા મળ્યું છે. વીજ વિભાગ દ્વારા વીજ ચોરી સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો