android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhandhuka: ધંધૂકામાં ત્રણ પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલા રૂ. 4.19 કરોડના દારૂનો નાશ કરાયો

calendar_todayMay 10, 2026

Dhandhuka: ધંધૂકામાં ત્રણ પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલા રૂ. 4.19 કરોડના દારૂનો નાશ કરાયો

અમદાવાદ જિલ્લાના ધંધૂકા, ધોલેરા અને બગોદરા પોલીસ મથકના તાબામાં આવતા વિસ્તારમાંથી પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે જોરદાર ઝાટકો આપવામાં આવ્યો છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે વિદેશી દારૂ અને બીયરનો જે વિશાળ જથ્થો ઝડપી પાડયો હતો તેનો નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસે કુલ 93,426 બોટલ કબજે કરી છે, જેની અંદાજિત કિંમત રૂ. 4,19,70,573/- થાય છે. આ તમામ બોટલો નો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ડીવાય એસપી આસ્થા રાણા, પ્રાંત અધિકારી તથા પોલીસ સ્ટાફ્ની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો સૌથી મહત્વનો ભાગ એ રહ્યો કે જપ્ત કરાયેલો સમગ્ર દારૂનો જથ્થો ધંધુકા નગરપાલિકા ની ડમ્પીંગ સાઇટ ખાતે અધિકારીઓની હાજરીમાં નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝર અને મશીનોની મદદથી કરવામાં આવેલા નાશ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પોલીસના મેગા ઓપરેશનથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો તોડનાર સામે આવનારા સમયમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ અભિયાનને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક રોક લાગશે તેવી જનતા વચ્ચે આશા વ્યક્ત થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો