android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhandhuka: ધંધૂકા શહેરમાં યુવકની હત્યાના વિરોધમાં ધ્રાંગધ્રામાં VHP દ્વારા આવેદન પાઠવાયુ

calendar_todayApril 24, 2026

Dhandhuka: ધંધૂકા શહેરમાં યુવકની હત્યાના વિરોધમાં ધ્રાંગધ્રામાં VHP દ્વારા આવેદન પાઠવાયુ

ધ્રાંગધ્રા સહિત જિલ્લાના વિશ્વ હિન્દુ પરીષદની ટીમ દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટરને આવેદન પાઠવી ધંધૂકામાં માલધારી સમાજના યુવકની અન્ય કોમના આરોપીઓ દ્વારા કરાયેલી હત્યાના ગુનામાં કડક સજાની માંગ કરાઇ હતી. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધંધુકામાં અગાઉ કિશન ભરવાડની હત્યા કરાઇ હતી અને હાલ વિધર્મીઓ દ્વારા પણ માલધારી હિન્દુ યુવક ધર્મેશ ભરવાડની પણ હત્યા કરવામાં આવી છે. ત્યારે હજી અગાઉના કિશન ભરવાડની થયેલ હત્યાના આરોપીઓને પણ સજા થઇ નથી ત્યાં ફરી માલધારી યુવકની જ હત્યા થઇ છે. જેથી આ હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરીષદ, ધ્રાંગધ્રા વિશ્વ હિન્દુ પરીષદની ટીમ અને માલધારી સમાજના યુવાનોએ દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી વારંવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને હિન્દુઓના યુવકને જ નિશાન બનાવવામાં આવતા હોવાથી અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી થાય અને ધર્મેશ ભરવાડના હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરાય એવી પણ માંગ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો