android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhanera : માં વિકાસકાર્યોને લઈ સંકલન સમિતિની બેઠક મળી

calendar_todayOctober 5, 2026

Dhanera : માં વિકાસકાર્યોને લઈ સંકલન સમિતિની બેઠક મળી

ધાનેરા વિધાનસભા મતવિસ્તારના જનહિતના પ્રાથમિકતા ધરાવતા પ્રશ્નોના ત્વરિત ઉકેલ અને વિવિધ વિકાસપ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા માટે ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં નાયબ કલેક્ટર અને TDO સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તાલુકાના મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ જેવા કે થાવરથી ઝેરડા ફોર-લેન હાઈવે, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, નવી GIDCઅને નર્મદા પાઈપલાઈન દ્વારા તળાવો ભરવાની યોજના અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ધારાસભ્ય માવજી દેસાઈએ તમામ વિકાસકાર્યોમાં નડતી વહીવટી અને તકનીકી અડચણો દૂર કરી, વિવિધ વિભાગોવચ્ચે પરસ્પર સંકલન જાળવીને તમામ કાર્યો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો