android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhanera: ડેડુડી પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો ભાવસભર દીક્ષાંત સમારોહ યોજાયો

calendar_todayApril 6, 2026

Dhanera: ડેડુડી પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો ભાવસભર દીક્ષાંત સમારોહ યોજાયો

રાહ નજીક આવેલી ડેડુડી પ્રાથમિક શાળા ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર માહોલમાં યોજાયો હતો. શાળાના આચાર્ય ત્રિવેદી અશોકભાઈ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા ધોરણ-8 પૂર્ણ કરી આગળ વધી રહેલા તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સાથે જ આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસ માટે કઈ દિશા પસંદ કરવી તે અંગેનું સચોટ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી વિદાય લઈ રહેલા તમામ બાળકોને જીવનમાં ઉપયોગી બને તેવી ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સામે પક્ષે, બાળકોએ પણ શાળા પ્રત્યેનો પોતાનો સ્નેહ પ્રગટ કરતા સંસ્થાને યાદગીરી રૂપે 'ટીપ ટોપ કોર્નર' અર્પણ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો