android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dhanera : ધાનેરા APMCચૂંટણીનું સત્તાવાર પરિણામ 26 ઓક્ટોબરે જાહેર થશે

calendar_todayOctober 24, 2026

Dhanera : ધાનેરા APMCચૂંટણીનું સત્તાવાર પરિણામ 26 ઓક્ટોબરે જાહેર થશે

બનાસકાંઠા જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી પૂરી થયે દોઢ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે, છતાં ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર થવામાં હજુ પણ અસમંજસ યથાવત છે. આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં હોવાથી અદાલતે આગામી 26 ઓક્ટોબરની તારીખ સુનાવણી માટે નિયત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધાનેરા માર્કેટયાર્ડની આ ચૂંટણી તેના પ્રારંભથી જ રાજકીય ઉથલપાથલ અને વિવાદોમાં રહી છે. ચૂંટણી ટાંકણે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરાયા બાદ પક્ષના જ કેટલાક ઉમેદવારો સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો, જેના કારણે રાજકીય સમીકરણો પર અસર પડી હતી. ગત 10 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ મત મેળવનાર ખેડૂત વિભાગના 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટવાળા 6 ઉમેદવારોનો સમાવેશ થતો હતો. તે જ પ્રકારે, વેપારી વિભાગની 4 બેઠકોમાંથી 3 બેઠકો પર પણ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો આગળ રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો