android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dholka : ગરબા મહોત્સવમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસની માંગ

calendar_todayOctober 14, 2026

Dholka : ગરબા મહોત્સવમાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસની માંગ

ધોળકા શહેરના કેલિયા વાસણા વિસ્તારમાં ધૂળજીપૂરા રોડ પર આવેલા શ્રી નારાયણ ફાર્મ ખાતે યોજાઈ રહેલા રંગ રસિયા ગરબા મહોત્સવને લઈને વિવિધ વ્યવસ્થાઓ અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે. કલીકુંડ, ધોળકાના એક જાગૃત નાગરિક એ અમદાવાદ જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી ખેલૈયાઓ પાસેથી પાર્કિંગના નાણાં વસૂલવાની બાબત સહિત ફાયર સેફ્ટી, વીજ સલામતી,CCTV કેમેરા, વીમા સુરક્ષા અને જરૂરી સરકારી મંજૂરીઓ અંગે તપાસ કરવા રજૂઆત કરી છે. નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને ખેલૈયાઓ ભાગ લેવા આવતા હોય છે. ત્યારે કાર્યક્રમના સ્થળે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે કે નહીં અને તમામ જરૂરી મંજૂરીઓ લેવામાં આવી છે કે નહીં તે અંગે સક્ષમ તંત્ર દ્વારા સત્વરે સ્થળ પર તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો