android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dholkaમાં ખેડૂતોનું આંદોલન બન્યું ઉગ્ર, 5 ગામના ખેડૂતો-મહિલાઓએ સેવા સદન કચેરીમાં નાખ્યા ધામા!

calendar_todaySeptember 24, 2026

Dholkaમાં ખેડૂતોનું આંદોલન બન્યું ઉગ્ર, 5 ગામના ખેડૂતો-મહિલાઓએ સેવા સદન કચેરીમાં નાખ્યા ધામા!

ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ સહિત આસપાસના પાંચ ગામોના ખેડૂતો અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. પોતાની પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી અવાજ ઉઠાવી રહેલા ખેડૂતો અને ગ્રામજનો હવે આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સંતોષકારક પ્રતિસાદ ન મળતાં અને માંગણીઓ અણઉકેલાયેલી રહેતાં ખેડૂતો તથા મોટી સંખ્યામાં મહિલાઓએ આંદોલનનો માર્ગ વધુ આક્રમક બનાવીને વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું છે.

પ્રાંત કચેરીના મેદાનમાં અંધારપટ

આંદોલન દરમિયાન સેવા સદન સ્થિત પ્રાંત કચેરીના ખુલ્લા મેદાનમાં અચાનક અંધારપટ છવાઈ જતાં આંદોલનકારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. લાઈટો બંધ હોવાના કારણે રાત્રિના સમયે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બનતાં આક્રોશિત થયેલી મહિલાઓ અને ખેડૂતો સીધા જ સેવા સદન કચેરીની અંદર ઘસી આવ્યા હતા. મેદાનમાં અંધારા વચ્ચે બેસવાને બદલે અંદર કચેરીના ધાબા અને હોલમાં બેસવાની ફરજ પડતાં તંત્રની અવ્યવસ્થા સામે ગ્રામજનોએ ભારે હલ્લાબોલ કર્યો હતો.

કચેરીની અંદરથી જ અવિરત ચાલશે આંદોલન 

મહિલાઓ અને ખેડૂતોએ મક્કમ નિર્ધાર સાથે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ સેવા સદન કચેરીની અંદર જ મુકામ રાખીને આંદોલન ચાલુ રાખશે. સરકારી કચેરીમાં જ રાતવાસો કરીને વિરોધ નોંધાવવાના નિર્ણયથી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ખેડૂતોના આ આક્રમક વલણને પગલે ધોળકા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો