android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dholka: APMCમાં કિસાન વિકાસ પેનલનો ભવ્ય વિજય

calendar_todaySeptember 10, 2026

Dholka: APMCમાં કિસાન વિકાસ પેનલનો ભવ્ય વિજય

ધોળકા APMC માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત સહકાર પેનલ અને કિસાન વિકાસ પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો. ભારે રસાકસી વચ્ચે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કિસાન વિકાસ પેનલે પૂર્ણ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવી પેનલને મોટો ઝટકો આપ્યો છે. મહત્વનું છે કે ધોળકા APMC માર્કેટ યાર્ડમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનો દબદબો રહ્યો હતો. જોકે, આ વખતે કિસાન વિકાસ પેનલે ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા પરિવર્તનનો સંકેત આપ્યો છે. લાંબા સમયથી ચાલતા ભાજપના વર્ચસ્વનો અંત લાવી કિસાન વિકાસ પેનલે APMCમાં પોતાનો ડંકો વગાડયો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કિસાન વિકાસ પેનલના વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજયની ખુશીમાં ઢોલ-નગારાના તાલે ઉજવણી કરવામાં આવી, ફ્ટાકડા ફેડવામાં આવ્યા અને એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 15 વર્ષના ભાજપના દબદબાનો અંત અને કિસાન વિકાસ પેનલનો વિજય ધોળકા APMCની રાજકીય-સહકારી વ્યવસ્થામાં મોટા ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો