android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dholka: ધોળકા કચરા ડમ્પિંગ સાઇટના ધુમાડા મુદ્દે CMO સુધી રજુઆત

calendar_todayMarch 24, 2026

Dholka: ધોળકા કચરા ડમ્પિંગ સાઇટના ધુમાડા મુદ્દે CMO સુધી રજુઆત

ધોળકાના અરજદાર દ્વારા Write to CMO પોર્ટલ પર કરાયેલ અરજીમાં કચરાના ઢગલામાં વારંવાર આગ લગાડવાના કારણે થતા હવાનું ગંભીર પ્રદૂષણ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. અરજી અનુસાર, ધોળકા નગરપાલિકાના હસ્તક આવેલી આ સાઇટ પર શહેર તથા આસપાસના ઔદ્યોગિક કચરાના ઢગલા કરવામાં આવે છે. જેમાં રાત્રિના સમયે આગ લગાડાતા ઝેરી અને દુર્ગંધયુક્ત ધુમાડો ફેલાય છે. આથી નજીકની સોસાયટીઓમાં રહેતા લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ્ તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે કચરામાં મેડિકલ વેસ્ટ તેમજ મૃત પશુઓ પણ નાખવામાં આવતા હોય, જે માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી છે. આ બાબતે અગાઉ નગરપાલિકા તથા મામલતદાર કચેરીએ રજૂઆત છતાં યોગ્ય પગલાં લેવાયા નથી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અરજીને નોંધમાં લઈ નાયબ કલેક્ટર (જનસંપર્ક) મારફ્તે ધોળકા નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam