android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dholka: અમદાવાદ જિલ્લા SOGની ટીમે ખરાટી સીમમાં ગેરકાયદે હથિયાર સાથે 1ને દબોચ્યો

calendar_todayMarch 20, 2026

Dholka: અમદાવાદ જિલ્લા SOGની ટીમે ખરાટી સીમમાં ગેરકાયદે હથિયાર સાથે 1ને દબોચ્યો

ધોળકા : કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખરાટી ગામની સીમમાંથી એસઓજીએ ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. વધુમાં મળતી માહિતી મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ કરતા તત્વોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેના અંતર્ગત જિલ્લા એસઓજીને બાતમી મળતા ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ખરાટી ગામ ખાતે તળાવડી પાસેથી બદરૂ અલ્લારખ (રહે. હાલ કલ્યાણગઢ ગામ, તા. બાવળા)ને એક દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડયો હતો. તેમજ ગેરકાયદે હથિયાર રાખવા અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam