calendar_todayAugust 30, 2026
Dhoraji: ધીમી ગતિથી ચાલી રહેલી બ્રિજના કામથી વાહનચાલકો ત્રસ્ત
ધોરાજીના જુનાગઢ રોડ પર છેલ્લા ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે મંદ ગતિથી ચાલતા બ્રિજના કામને લઈ રાહદારીઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે સમય મુજબ રેલવે બ્રિજનું કામ થઈ જવું જોઈએ તેનાથી પણ વધારે સમય થતાં અને લોકોને સર્વિસ રોડની યોગ્ય સુવિધા નહીં મળતા જુનાગઢ અને ઔદ્યોગિક વસાહત તરફ્ આવન જાવન કરતાં વાહન ચાલકો અને રાહદારીઓ ભારે યાતના ભોગવી રહ્યા છે.
ભારતીય જનતા પક્ષના અગ્રણી જયસુખભાઈ ઠેસિયાએ જણાવેલ કે રેલ્વે બ્રિજ પાસે સારા સર્વિસ રોડ તેમજ કામગીરી ઝડપભેર ચલાવવા માટે ધારાસભ્ય સાંસદ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે. કોન્ટ્રાક્ટરોને પણ યોગ્ય ભાષામાં કહેવામાં આવ્યું છે ત્યારે થોડું તાપક ટીપક કરી નાખે છે તેમ છતાં યોગ્ય સર્વિસ રોડ અને કામગીરીમાં ઝડપ લાવવા માટે કોઈ પ્રકારની નિશ્ચિત કામગીરી કરવામાં આવતી નથી. અનેક રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જાણે રજૂઆતો કાન સુધી ન આવતી હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત રેલવે બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા વીતીચૂકી હોય અને મુખ્ય કોન્ટ્રાક્ટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટર અને કામ આપવામાં આવ્યું હોય જે તેમની ક્ષમતાની બહાર હોય તેવું જણાઈ રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો