calendar_todayAugust 17, 2026
Dhrangadhra: ધ્રાંગધ્રા એપીએમસીની ભવ્ય જીત બાદ ચેરમેન માટે રાજકીય માહોલ ગરમાયો
ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે 14 માંથી 12 બેઠકો કબ્જે કરી ભવ્યજીત મેળવી છે ત્યારે ચેરમેન,વાઇસ ચેરમેન ઉપર ભાજપ કોના નામ ઉપર મહોર મારે છે એની સામે સૌની નજર મંડાયેલી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણી અગાઉ બે ટર્મ બિનહરીફ થયા બાદ આ ચૂંટણીમાં કોન્ગ્રેસે પેનલ મેદાનમાં ઉતારતા ભારે રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો.ચૂંટણી સમયે પાટીદાર મતદારો મોટાપાયે ક્રોસવોટીંગ કરશે એવી શકયતા હતી પરંતુ ભાજપની ખેડૂતલક્ષી યોજનાઓ,પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા,ભાજપના જિલ્લા પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયા,ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા અને ઝોન પ્રભારી મહામંત્રી નરેશભાઇ પટેલના માર્ગદર્શન અને ખેડૂતોના વિસ્વાસના કારણે પાટીદાર મતદારોએ પણ ભાજપલક્ષી મતદાન કરી ભાજપે ખેડૂત પેનલમાં 10 માંથી 9 અને વેપારી પેનલમાં 4 માંથી 1 બેઠકો ઉપર જીત મેળવી છે.હવે યાર્ડ બન્યા બાદ પાટીદાર અને ક્ષત્રીય ચેરમેન વાઇસ ચેરમેન વારાફરતી બનતા આવ્યા છે. ત્યારે આ વખતે ચેરમેનમાં યાર્ડ બનાવનાર પુર્વ એપીએમસી ચેરમેન મહેશભાઇ પટેલ, આપમાંથી ભાજપનો કેસરીયો ધારણ કરેલ વાઘજીભાઇ પટેલ અને ધીરૂભાઇ પટેલ અને વાઇસ ચેરમેનમાં કનકસિંહ ઝાલા, બળવંતસિંહ પઢીયાર અને ઇન્દ્રસિંહ ઝાલાના નામો ચર્ચાઇ રહયા છે.ત્યારે ભાજપે મેન્ડેડ આધારીત પસંદગી નકકી કરવાનું શરૂ કર્યુ હોવાથી કોના નામ ઉપર મહોર લાગે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો